Maruti Suzuki Car Price Hike: જો તમે પણ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી પાસેથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે તમારા ખિસ્સા વધુ ખાલી કરવા પડશે. કંપની તેના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. મારુતિ સુઝુકી તેના અલગ-અલગ મોડલોમાં 2,500 રુપિયાથી લઈને 62,000 રુપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે.  કંપની 8 એપ્રિલથી તેના તમામ મોડલની કારની કિંમતો વધારવા જઈ રહી છે. આ પહેલા પણ મારુતિ સુઝીકીની કારમાં ભાવ વધારો કરાયો હતો. 

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે બુધવારે નેશનલ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે. કંપની 8 એપ્રિલથી તેના તમામ મોડલની કારની કિંમતો વધારવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે વધતી કિંમતો, ઓપરેશનલ ખર્ચ, નિયમનકારી ફેરફારો અને નવા ફીચર્સ ઉમેરવા જેવા ઘણા કારણો છે, જેના કારણે કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.     

ગ્રાન્ડ વિટારા 62,000 રૂપિયા મોંઘી થશે 

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાની કિંમતમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. આ કારની કિંમતમાં 62,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  Eecoની કિંમતમાં 22,500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય Wagon-Rની કિંમતમાં 14,000 રૂપિયા, Ertigaમાં 12,500 રૂપિયા, XL6માં 12,500 રૂપિયા, Dzire Tour Sની કિંમતમાં 3,000 રૂપિયા અને Fronxની કિંમતમાં 2500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા પણ ભાવ વધ્યા હતા 

કંપનીએ કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે વધારાના ખર્ચનો સમગ્ર બોજ ગ્રાહકો પર ન પડે. 17 માર્ચે, કંપનીએ એપ્રિલ 2025 થી 4 ટકા સુધીના ભાવ વધારાની જાહેરાત કરી હતી. અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. 4 ટકાનો વધારો જાન્યુઆરી 2025માં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં કેટલાક મોડલની કિંમત 1500 રૂપિયાથી વધારીને 32,500 રૂપિયા કરવામાં આવી હતી. 

મારુતિની કારને લોકો ખૂબ જ પસંદ કરે છે. તમામ સેગમેન્ટમાં ઓછી કિંમતમાં મારુતિની કાર ઉપલબ્ઘ થાય છે. વેગનઆર, સ્વિફ્ટને લોકો પસંદ કરે છે.  

મારુતિ સુઝુકીએ કહ્યું કે એસયૂવી ગ્રૈંડ વિટારાની કિંમત 8 એપ્રિલથી  62,000 રુપિયા વધી જશે.  આ પહેલા પણ કંપનીએ જાન્યુઆરીમાં કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જે ભાવ વધારો ફેબ્રુઆરી મહિનાથી અમલમાં આવ્યો હતો. 


Car loan Information:

Calculate Car Loan EMI