Maruti Suzuki First Electric Car: મારુતિ સુઝુકી વર્ષ 2031 સુધીમાં છ ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ કાર નિર્માતા કંપની તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX ના રૂપમાં બજારમાં લોન્ચ કરશે. મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX જાન્યુઆરી 2025માં યોજાનાર ભારત મોબિલિટી શોમાં રજૂ કરવામાં આવી શકે છે.
મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX
મારુતિ સુઝુકીની આ પ્રથમ ઇલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હતી. eVXનું પ્રોડક્શન મોડલ ભારત મોબિલિટી શોમાં બતાવવામાં આવી શકે છે, જે આ કારના અંતિમ સ્પેસિફિકેશન વિશે માહિતી આપશે. આ ઇલેક્ટ્રિક કારને ભારત સિવાય યુરોપ અને જાપાનના માર્કેટમાં પણ વેચાણ માટે લોન્ચ કરવામાં આવી શકે છે.
મારુતિની EV ક્યારે લોન્ચ થશે?
મારુતિ સુઝુકી eVX વર્ષ 2025માં જ લોન્ચ થઈ શકે છે. કંપની આ કારને ભારત મોબિલિટી શોમાં રજૂ કર્યા બાદ ટૂંક સમયમાં જ માર્કેટમાં વેચાણ માટે લોન્ચ કરી શકે છે. આ કાર Tata Curve અને MG ZS EV તેમજ Hyundai Creta EV ને સખત સ્પર્ધા આપી શકે છે.
મારુતિની EV રેન્જ
મારુતિ eVX બે બેટરી પેક સાથે બજારમાં લોન્ચ થઈ શકે છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 550 કિલોમીટરની રેન્જ આપી શકે છે. મારુતિની ઇલેક્ટ્રિક કાર 60 kWh બેટરી પેક સાથે આવી શકે છે. આ કાર ગુજરાતના હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટમાં બનાવી શકાય છે.
મારુતિની સૌથી મોટી SUV
મારુતિ સુઝુકી eVX કંપનીની સૌથી મોટી SUV સાબિત થઈ શકે છે. આ કારમાં ઘણી જગ્યા આપી શકાય છે. આ કારમાં ફ્લેટ ફ્લોર મળવાની પણ શક્યતા છે. આ કારની સાઈઝ લગભગ 4.3 મીટર હોઈ શકે છે. આ કારના લોન્ચ સાથે જ મારુતિ ઈવીની દુનિયામાં પ્રવેશવા જઈ રહી છે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2031 સુધીમાં ઘણા વધુ ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાનું છે.
Car loan Information:
Calculate Car Loan EMI