Maruti Suzuki Jimny:  ભારતની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી જિમ્નીને ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કંપનીએ આ કારને જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં રજૂ કરી હતી, જેના પછી તરત જ તેનું બુકિંગ પણ ખુલ્યું હતું. અત્યાર સુધીમાં કંપનીને આ ઑફ રોડ કાર માટે 23,500થી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. જોકે કંપનીએ હજુ તેની કિંમતો જાહેર કરી નથી. સ્થાનિક બજારમાં તે મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખા જેવી ઓફ રોડ કાર સાથે સ્પર્ધા કરે છે.


મારુતિ જિમ્ની શોકેસ સમય


મારુતિ સુઝુકી તેની ઑફ રોડ SUV કાર 5 ડોર જિમ્ની નેક્સા ડીલરશિપ પર પ્રદર્શિત કરી રહી છે. આ શોકેસ વિવિધ શહેરોમાં અલગ-અલગ તબક્કામાં થવાનો છે. જે 26 માર્ચથી શરૂ થઈ છે અને 7 એપ્રિલ 2023 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં, કંપની 9 શહેરોમાં 30 ડીલરશીપ પર તેની ઓફ-રોડ કાર રજૂ કરશે. તેમાં દિલ્હી NCR, મુંબઈ, અમદાવાદ, ચંદીગઢ, મોહાલી, લુધિયાણા, રાયપુર, ભુવનેશ્વર અને બેંગલુરુનો સમાવેશ થાય છે. અત્યારે કંપની આ કારને માત્ર શોકેસ કરી રહી છે. તેની ટેસ્ટ ડ્રાઈવ હવે પછી શરૂ કરવામાં આવશે.




બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે


મારુતિ સુઝુકી આ કારને બે વેરિઅન્ટ (ઝેટા અને આલ્ફા)માં વેચશે. કંપની તેને બ્રેઝા અને ગ્રાન્ડ વિટારા વચ્ચે મૂકી શકે છે. બીજી તરફ, મારુતિની જીમ્ની 5-ડોર તેના 3-ડોર વેરિઅન્ટ કરતાં વધુ પસંદ કરવામાં આવી રહી છે, જેના કારણે આ વેરિઅન્ટ વધુ વ્યવહારુ છે.




કોની સાથે સ્પર્ધા કરશે


મારુતિની આ ઑફ રોડ કાર તેના સેગમેન્ટમાં બે કાર સાથે સખત સ્પર્ધા ધરાવે છે. જેમાં પ્રથમ નંબરે મહિન્દ્રાની થાર છે, જેની કિંમત 9.99 લાખ રૂપિયાથી 16.49 લાખ રૂપિયા સુધીની છે અને બીજા નંબર પર ફોર્સ ગુરખા ઑફ-રોડ કાર છે, જેની કિંમત 14.74 લાખ રૂપિયા છે.


એન્જિન કેવું છે









Car loan Information:

Calculate Car Loan EMI