Maruti Suzuki Swift CNG: મારુતિ સુઝુકી કાર ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે, લોકો એવી કાર ખરીદવાનું પસંદ કરે છે જે સારી માઇલેજની સાથે સારG પરફોર્મન્સ પણ આપે. આવી જ એક સસ્તી કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ છે, જે શાનદાર ફીચર્સ સાથે આવે છે.
તમે તદ્દન નવી હેચબેક મારુતિ સુઝુકી સ્વિફ્ટ માત્ર 6 લાખ 84 હજાર રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે ખરીદી શકો છો. તેના VXI વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 8,19,500 રૂપિયા છે. મિડ-વેરિઅન્ટ VXI(O) વેરિઅન્ટની કિંમત 8,46,500 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ કારના ટોપ મોડેલની કિંમત 9.59 લાખ રૂપિયા સુધી જાય છે. ગયા વર્ષે જ, મારુતિ સુઝુકી સ્વિફ્ટ મોટા અપડેટ્સ સાથે લોન્ચ કરવામાં આવી હતી.
નવી સ્વિફ્ટ એસ-સીએનજીનો માઇલેજ
નવી સ્વિફ્ટ S-CNG 32.85 કિમી/કિલોગ્રામ માઇલેજ ધરાવે છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી વધુ એવરેજ આપતી પ્રીમિયમ હેચબેક બનાવે છે. સ્વિફ્ટની આ નવી કારની ડિઝાઇન બોલ્ડ અને સ્પોર્ટી લુક સાથે આવે છે. સ્વિફ્ટ સીએનજી બજારમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
આ નવું મોડેલ Z-સિરીઝ ડ્યુઅલ VVT એન્જિન દ્વારા સંચાલિત છે જે ઓછા CO2 ઉત્સર્જન સાથે 101.8 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે શહેરી ડ્રાઇવિંગમાં સુધારો કરે છે. આ નવી સ્વિફ્ટ S-CNG ત્રણ વેરિઅન્ટ - V, V(O) અને Z માં રજૂ કરવામાં આવી છે. આ બધા વેરિઅન્ટ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.
આ મારુતિ કારમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે
નવી સ્વિફ્ટ S-CNGમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ, વાયરલેસ ચાર્જર, સ્પ્લિટ રીઅર સીટ્સ, 7-ઇંચ સ્માર્ટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને સુઝુકી કનેક્ટ જેવા નવા ફીચર્સ પણ શામેલ છે.
તમને જણાવી દઈએ કે, મારુતિ સુઝુકીએ આજે 9 મે 2024ના રોજ ભારતમાં તેની સૌથી લોકપ્રિય કાર સ્વિફ્ટનું ચોથી પેઢીનું મોડલ લોન્ચ કર્યું હતું. ત સમયે કંપનીએ દાવો કર્યો હતો કે, કારને નવા સ્વિફ્ટ MT ટ્રાન્સમિશન સાથે 24.8kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) સાથે 25.7kmpl ની માઈલેજ મળશે. આ સાથે, તે ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી હેચબેક કાર બનશે. નોંધનીય છે કે, મારુતિ વર્ષોથી ભારતીયોની પહેલી પસંદ રહી છે, ખાસ કરીને મીડિલ ક્લાસ ફેમીલી માટે.
Car loan Information:
Calculate Car Loan EMI