Upcoming Maruti Suzuki Compact SUV's : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ટૂંક સમયમાં દેશમાં કારના ઘણા નવા મોડલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે, તેના પ્રારંભિક તબક્કામાં કંપનીએ થોડા દિવસો પહેલા જ મારુતિ બ્રેઝાને બજારમાં ઉતારી છે. આ કંપનીની મિની સાઇઝની એસયુવી છે. આ નવી SUVની કિંમત વિશે વાત કરીએ તો, તેનું બેઝ વેરિઅન્ટ 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત)માં ઉપલબ્ધ છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 13.80 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત) રાખવામાં આવી છે.


આ ઉપરાંત મારુતિ એક નવી કોમ્પેક્ટ સાઇઝ એસયુવીને જલદી બજારમાં ઉતારી શકે છે. કંપની દ્વારા તેને YGF કોડ નામ આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપની દ્વારા તેનું નામ મારુતિ સુઝુકી વિટારા રાખવામાં આવી શકે છે. જાણકારી મુજબ, મારુતિ સુઝુકી નવા વર્ષ સુધીમાં 3 નવી એસયુવી લોન્ચ કરવા પર કામ કરી રહી છે.


જલદી લોન્ચ થશે નવી વિટારા


મારુતિ સુઝુકીની નવી એસયુવી વિટારા માટે ગ્રાહકોએ લાંબી રાહ જોવાની જરૂર નથી. કંપનીએ તેને જુલાઈના ત્રીજા સપ્તાહમાં લોન્ચ કરવાનો સંકેત આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા વર્ષ સુધીમાં કંપની તરફથી 2 વધુ નવી SUV માર્કેટમાં જોવા મળશે.


મારુતિની નવી વિટારા કંપનીના ગ્લોબલ-સી પ્લેટફોર્મ પર આધારિત છે. મારુતિએ તાજેતરમાં લૉન્ચ કરેલી Brezza અને Toyotaની Hyryder પણ આ પ્લેટફોર્મ પર આધારિત છે. મારુતિ નવી વિટારાને નવા લુક સાથે લૉન્ચ કરશે, પરંતુ તેના મોટા ભાગના ફીચર્સ ટોયોટાના Hyrider જેવા જ હશે.


એન્જિન


નવા વિટારામાં, કંપની 1.5-લિટર K15C પેટ્રોલ એન્જિનના હળવા હાઇબ્રિડ સેટઅપ અને ટોયોટાના 1.5-લિટર TNGA એટકિન્સન સાયકલ એન્જિનનો ઉપયોગ કરશે. કારને મેન્યુઅલ વર્ઝનમાં 5-સ્પીડ ગિયરબોક્સ અને ઓટોમેટિકમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરવામાં આવશે. આ સાથે મારુતિ સુઝુકી તેના જીમ્ની 5ને ડોર વર્ઝન સાથે લાવવાની યોજના બનાવી રહી છે. આ પછી કંપનીની મારુતિ YTB SUV Coupe પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મારુતિ હવે કોમ્પેક્ટ એસયુવીના ઘણા મોડલ સાથે બજારમાં તેની પકડ વધુ મજબૂત કરવા જઈ રહી છે.


Car loan Information:

Calculate Car Loan EMI