સોમનાથ ચેટર્જીઃ MGએ ભારતમાં પોતાની Astor કૉમ્પેક્ટ SUV લૉન્ચ કરી દીધી છે. Astorની શરૂઆતી કિંમત 9.78 લાખ રૂપિયા છે. જ્યારે ટૉપ એન્ડ વર્ઝનની કિંમત 16.78 લાખ રૂપિયા છે. આ કિંમતે ઇન્ટ્રોક્ટરી છે. હેક્ટર, જેડએસ ઇવી અને ગ્લૉસ્ટર બાદ Astor ભારતમાં એમજીની ચોથી લૉન્ચિંગ છે. 


Astor બે પેટ્રૉલ દ્વારા સંચાલિત છે. જેમાં રેન્જ સ્ટર્ટર 110hpની સાથે 1.5l પેટ્રૉલ છે. જ્યારે વધુ શક્તિશાળી સંસ્કરણ 140hp પર ટર્બો પેટ્રૉલ 1.3l છે. 1.5lમાં યા તો 5-સ્પીડ મેન્યૂઅલ ગિયરબૉક્સ કે 8-સ્પીડ CVT ઓટોમેટિક છે. ટર્બો પેટ્રૉલ ફક્ત 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબૉક્સની સાથે આવે છે. Astorમાં કોઇ ડીઝલ એન્જિન નથી. Astorના વેરિએન્ટની સ્ટાઇલ, સુપર, સ્માર્ટ, શાર્પ એસટીડી, શાર્પ, સેવી અને સેબી રેડમાં વહેંચવામાં આવ્યુ છે. ત્રણ કલર ઓપ્શન મળે છે. 


જ્યાં સુધી ફિચર્સની વાત છે, તો Astor લેધરેટ અપહોલ્સ્ટ્રી, ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એક 360 ડિગ્રી રિયર વ્યૂ કેમેરા, એક પેનોરમિક સનરૂફ, ડ્રાઇવિંગ મૉડ, હીટેડ ઓઆરવીએમ, કનેક્ટેડ કાર ટેકની સાથે Jio eSIm પ્લસ ફિચર્સ મળશે. ઇનબિલ્ટ એપ્સ અને સર્વિસીઝ, 6 રીતનો પાવર એડજસ્ટ ડ્રાઇવર સીટ અને 27 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફિચર્સ છે. 


સાથે જ જેવુ કે પહેલા કહેવામાં આવ્યુ હતુ કે Astorમાં કેમેરા અને રડાર (વૈકલ્પિક)ની સાથે ઓટોનૉમસ લેવલ પર 2 ટેકનિકના મામલામાં ADAS ફિચર્સ હશે. આના ઉપરાંત આમાં એઆઇ ફિચર પણ મળે છે. Astorની ટક્કર Hyundai Creta, Kia Seltos, Volkswagen Taigunથી લઇને Skoda Kushaq જેવા પ્રતિદ્વંદ્વીઓ સાથે થશે. 


Car loan Information:

Calculate Car Loan EMI