MG Comet EV on EMI: જો તમે ઓછા બજેટમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો MG Comet EV તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારોમાં ગણાય છે અને ખાસ કરીને શહેરમાં રોજિંદા અપ્પ-ડાઉન માટે જાણીતી છે. ઇલેક્ટ્રિક કારનું નાનું કદ, ઓછો રનિંગ કોસ્ટ અને ફેમિલીની બીજી કાર તરીકે પણ તેને લોકપ્રિય બનાવે છે.
કેટલી ઓન-રોડ કિંમતમાં મળી જશે MG Comet EV?
MG Comet EV ની એક્સ-શોરૂમ કિંમત લગભગ 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે કંપની તેને BaaS (Battery as a Service) મોડલ સાથે પણ વેચે છે. આ મોડલમાં ગ્રાહકે બેટરીનું ભાડું પ્રતિ કિલોમીટરના હિસાબે અલગથી આપવાનું હોય છે.
આ પણ વાંચો....Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
દિલ્હીની વાત કરીએ તો, બેઝ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત લગભગ 8.55 lakh રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. જેમાં એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત ઈન્સ્યોરન્સ, રજિસ્ટ્રેશન અને અન્ય ચાર્જ સામેલ હોય છે. અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ અને ફી અલગ હોવાના કારણે ઓન-રોડ કિંમતમાં થોડો તફાવત હોઈ શકે છે.
દર મહિને કેટલા રૂપિયાની બનશે EMI?
જો તમે આ કારને બેંક લોન દ્વારા ખરીદો છો અને લગભગ 50 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, ત્યારબાદ લગભગ 5 વર્ષ માટે 9.8% વ્યાજ દરે લોન લેવા પર તમારી મંથલી EMI લગભગ 15,483 રૂપિયાની આસપાસ બની શકે છે.
આ EMI બેંકના વ્યાજ દર, ડાઉન પેમેન્ટ અને લોનના સમયગાળા મુજબ ઓછી કે વધુ હોઈ શકે છે. જો તમે 4 વર્ષ માટે લોન લો છો તો 9.8% વ્યાજ દરે તમારે દર મહિને 18,498 રૂપિયાની EMI ચૂકવવી પડશે. આ સિવાય 3 વર્ષ માટે લોન લેવા પર 23,554 રૂપિયાની EMI બનશે.
જો તમે ઓછી EMI માટે લોનનો સમયગાળો વધારવા માગતા હોવ અને 7 વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને માત્ર 12,000 રૂપિયા મંથલી EMI તરીકે આપવાના રહેશે. આ ઉપરાંત 6 વર્ષ માટે આ EMI 13,489 રૂપિયા અને 5 વર્ષ માટે દર મહિને EMI 15,483 રૂપિયા બનશે.
MG Comet EV ની રેન્જ અને ચાર્જિંગ
MG Comet EV માં 17.4 kWh નો બેટરી પેક મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે એકવાર ફૂલ ચાર્જ થવા પર 230 km સુધીની ARAI સર્ટિફાઇડ રેન્જ આપે છે. તેની રિયલ રેન્જ લગભગ 170 થી 200 km વચ્ચે રહી શકે છે, જે ડ્રાઇવિંગ સ્ટાઇલ, ટ્રાફિક અને AC ના વપરાશ પર આધાર રાખે છે.
ચાર્જિંગની વાત કરીએ તો આ કાર ઘરગથ્થુ AC ચાર્જરથી સરળતાથી ચાર્જ થઈ જાય છે. 3.3 kW ચાર્જરથી તેને પૂરી રીતે ચાર્જ થવામાં લગભગ 7 કલાક લાગે છે, જ્યારે 7.4 kW AC ફાસ્ટ ચાર્જરથી તે લગભગ 3.5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.
કેવા છે ઇલેક્ટ્રિક કારના ફીચર્સ?
ફીચર્સની વાત કરીએ તો MG Comet EV માં ડ્યુઅલ 10.25-inch સ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ Android Auto અને Apple CarPlay, કનેક્ટેડ કાર ટેકનોલોજી, કી-લેસ એન્ટ્રી, રિવર્સ પાર્કિંગ કેમેરા અને ઘણા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ 4-સિટર ઇલેક્ટ્રિક કાર ખાસ કરીને શહેરમાં આરામદાયક સફર માટે ડિઝાઇન કરવામાં આવી છે.
જો તમારું રોજનું ડ્રાઇવિંગ શહેરની અંદર 30 થી 50 km સુધીનું હોય અને તમે પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચથી બચવા માગતા હોવ, તો MG Comet EV એક સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે.
દેશની સૌથી સસ્તી કાર Comet EV ના રાઇવલ્સની વાત કરવામાં આવે તો તેનો મુકાબલો Tata Punch EV અને Citroen eC3 સાથે થાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI