જાણો શું છે MG Hector Plusની ખાસિયત
MG Hector Plusનું પેટ્રોલ મોડલ 1.5 લીટર ટર્બો એન્જીન આપવામાં આવ્યું છે, જે 143 પીએસની પાવર અને 250 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ તેમાં 48 વોટ માઈલ્ડ-હાઈબ્રિડ સિસ્ટમનું ઓપ્શન આપવામાં આવ્યું ચે. કંપનીએ આ 6-સીટર કારમાં ટર્બો પેટ્રોલ એન્જીન સાથે 6- સ્પીડ ડ્યૂલ-ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે જ્યારે ડીઝલ એન્જિન સાથે માત્ર 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામા આવ્યું છે. પેટ્રોલ માઈલ્ડ-હાઈબ્રિડનું ઓપ્શન માત્ર ટોપ મોડલમાં જ રાખવામાં આવ્યું છે અને તેમાં માત્ર 6-સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ મળશે.
ફિચરની વાત કરવામાં આવે તો તેમાં મિડલ રોમાં કેપ્ટન સીટ આપવામાં આવી છે, જે સ્લાઈડ અને રિક્લાઈન ફંક્શનમાં છે. પેસેન્જરના કમ્ફર્ટ માટે આ કારમાં 10.4 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોનમેન્ટ સિસ્ટમ, ઓલ થ્રી-રો એસી વેન્ટ, એલઈડી લાઈટિંગ, ક્રૂઝ કંટ્રોલ અને કી-લેસ એન્ટ્રી જેવા ફિચર આ મોડલમાં આપવામાં આવ્યા છે. હેક્ટર પ્લસના ટોપ મોડલમાં પેનોરમિક સનરૂફ, ટેન લેઘરેટ અપહોલ્સ્ટ્રી, ઓટો ક્લાઈમેન્ટ કંટ્રોલ 360 ડિગ્રી કેમેરા, મલ્ટી કલર એમ્બિએન્ટ લાઈટિંગ અને 7.0 ઈંચ ડિજિટલ ઈન્સ્ટ્રમેન્ટ કલ્સ્ટર જેવા ફિચર આપવામાં આવ્યા છે.
તમારી જાણકાર માટે જણાવી દઈએ કે MG Hector Plusની હાલની કિંમત માત્ર 13 ઓગષ્ટ સુધી માન્ય છે. ત્યારબાદ તેની કિંમત 50,000 રૂપિયા વધી જશે. હાલ MG Hector Plus નું પ્રથમ ડીઝલ મોડલ 14.44 લાખ રૂપિયા અને પેટ્રોલ મોડલ 13.49 લાખ રૂપિયાનું છે.
Car loan Information:
Calculate Car Loan EMI