નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની (Covid-19) બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ ઘાતક બિમારીની અસર બધા પર પડી રહી છે. આ વાયરસના કારણે બધી બાજુ મુસીબત જ મુસીબત દેખાઇ રહી છે. આવામાં આની અસર ઓટો ઇન્ડસ્ટ્રી (Auto Industries) પર પણ પડતી દેખાઇ રહી છે. આ ખતરનાક મહામારીના સંકટને ધ્યાનમાં રાખતા ઓટો કંપની (Auto Company) MGએ (MG motors) પોતાનો પ્લાન બંધ કરી દીધો છે, જેનાથી તેમાં કામ કરનારા લોકોનો જીવનને કોઇ ખતરો પેદા ના થાય. 


પાંચ મે સુધી રહેશે પ્લાન્ટ બંધ.....
MG મૉટર્સે (MG motors) પોતાના ગુજરાતમાં આવેલા પ્લાન્ટને 29 એપ્રિલ એટલે કે પાંચ મે સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. MG મૉટર્સ ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજર રાજીવ છાબાએ કહ્યું- કોરોના વાયરસના (CoronaVirus) કારણે કંપનીનો ગુજરાત બેઝ્ડ પ્લાન્ટને (MG Motors Closed-Gujarat) આગામી સાત દિવસ સુધી બંધ રાખવામાં આવશે. કોરોના વાયરસ સંક્રમણની ચેઇન તોડવા માટે કંપનીએ ફેંસલો કર્યો છે. તેમને કહ્યું કે તે પોતાના કર્મચારી અને કૉમ્યુનિટીની સેફ્ટી ઇચ્છે છે, અને આ કારણથી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે. 


મારુતિ સુઝુકીએ પણ બંધ કરશે પ્લાન્ટ....
કોરોનાના આ સંકટની ઘડીમાં દેશની સૌથી મોટા કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પણ પોતાની ફેક્ટરી એક મે થી નવ મે સુધી બંધ કરવાનો ફેંસલો કર્યો છે. જેનાથી ઓક્સિજન સંકટને દુર કરી શકાય. મારુતિ સુઝુકીએ કહ્યું- કંપનીની ફેક્ટરીઓમાં કાર બનાવવા માટે ઓક્સિજનનુ બહુ ઉપયોગ થાય છે, પરંતુ કલપૂર્જા બનાવવામાં ઓક્સિજન વધુ વપરાય છે. મારુતિ સુઝુકીનુ માનવુ છે કે દેશમાં પેદા થયેલા ઓક્સિજન સંકટની વચ્ચે જેટલો પણ ઓક્સિજન છે, તેનો ઉપયોગ લોકોની જિંદગી બચાવવામાં થવો જોઇએ. 
 
આ કંપનીઓએ પણ બંધ કરી ફેક્ટરી....
મારુતિ ઉપરાંત દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મૉટોકોર્પે પણ પોતાની ફેક્ટરી કોરોનાના કારણે બંધ કરવાનો ફેંસલો કર્યો છે. સાથે જ ટૉયોટાએ પણ પોતાનુ પ્રૉડક્શન બંધ કરી દીધુ છે, જેથી કોરોના વાયરસ મહામારીના સંક્રમણની ચેઇને તોડી શકાય. 


Car loan Information:

Calculate Car Loan EMI