New 7 Seater Car Launching: છેલ્લા કેટલાક સમયથી ભારતીય બજારમાં 7 સીટર કારની માંગ સતત વધી રહી છે. આ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી, મહિન્દ્રા સ્કોર્પિયો, ટોયોટા ઈનોવા, ટોયોટા ફોર્ચ્યુનર, ટાટા સફારી જેવી MPV ખૂબ જ લોકપ્રિય છે. છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈમાં, મારુતિ સુઝુકી અર્ટિગાએ આ સેગમેન્ટમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.


માર્કેટમાં માંગને ધ્યાનમાં રાખીને MG Motors, Jeep, Hyundai જેવી કંપનીઓ નવી 7 સીટર કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહીં અમે તે 3 નવી 7 સીટર કારના સંભવિત ફીચર્સ અને પાવરટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. દેશમાં 7 સીટર કારની વાત આવે એટલે મારુતિની અર્ટિગા કાર પ્રથમ સ્થાન પર આવે છે. છેલ્લા કેટલાક સમયમાં મારુતિની આ કાર દેશની સૌથી લોકપ્રિય 7 સીટર કાર બની ગઈ છે. પરંતુ હવે માર્કેટમાં આ કારને ટક્કર આપવા અન્ય કંપનીઓ પણ પોતાની 7 સીટર કારને માર્કેટમાં નવા અપડેટ સાથે લોન્ચ કરી રહી છે.                       


MG Gloster 


MG Gloster એ ભારતીય ગ્રાહકોમાં જાણીતું નામ છે, જેના પછી કંપની હવે Toyota Fortuner સાથે સ્પર્ધા કરવા માટે આગામી દિવસોમાં MG Glosterનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કારને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારી MG ગ્લોસ્ટરના એક્સટીરિયર અને ઈન્ટિરિયરમાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે.


Hyundai Alcazar Facelift


Hyundai Cretaની અપાર સફળતા બાદ, કંપની હવે તેની લોકપ્રિય SUV Alcazarનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની લીક થયેલી માહિતી અનુસાર, અલ્કાઝર ફેસલિફ્ટમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કાર પ્લે કનેક્ટિવિટી (એન્ડ્રોઇડ અને એપલ), ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે લેવલ-2 ADAS ટેક્નોલોજી હશે.


Kia EV9


Kia India આ વર્ષના અંત સુધીમાં તેની 7 સીટર કાર Kia EV9 લોન્ચ કરી શકે છે. આ ઈલેક્ટ્રિક SUVમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળવાના છે. તેમાં 12.3 ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12.3 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ અને અન્ય ઘણી સુવિધાઓ જેવી શાનદાર સુવિધાઓ મળશે.


Car loan Information:

Calculate Car Loan EMI