Rolls Royce Cullinan: મુકેશ અંબાણીના પરિવારના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો ઉમેરો થયો છે. આ વખતે તેમણે ત્રીજી રોલ્સ રોયસ કુલીનનની ડિલિવરી લીધી છે. આ ખાસ Rolls-Royce માત્ર તેના કસ્ટમાઇઝેશનને કારણે જ નહીં, પરંતુ તેની યુનિક નંબર પ્લેટ અને કિંમતને કારણે પણ ખાસ છે. નવી કાર અંબાણીના પરંપરાગત સુરક્ષા વાહનોના કાફલાની સાથે જોવા મળી હતી, જેમાં મર્સિડીઝ-એએમજી જી-વેગન અને એમજી ગ્લોસ્ટરનો સમાવેશ થાય છે.


કિંમત અને કસ્ટમાઇઝેશન


જાણકારી અનુસાર, આ નવી Rolls Royce Cullinanની કિંમત લગભગ 13.14 કરોડ રૂપિયા છે. જ્યારે Rolls-Royce Cullinanનું બેઝ મોડલ રૂ. 6.8 કરોડથી શરૂ થાય છે. વધારાના ઓપ્શનલ ફિચર્સ અને કસ્ટમાઇઝેશનના કારણે તેની કિંમત આટલી મોંઘી છે. જો કે અંબાણી પરિવારે આ કાર માટે જે ખાસ કસ્ટમાઇઝેશન પસંદ કર્યું છે તેની વિગતો ઉપલબ્ધ નથી. પરંતુ કાર આકર્ષક ટસ્કન સન પેઇન્ટ શેડમાં છે. અહેવાલ છે કે, માત્ર પેઇન્ટવર્કની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. કારને વૈકલ્પિક 21-ઇંચ વ્હીલ્સ લાગેલા છે, જેની કિંમત ઓનલાઈન ઉપલબ્ધ નથી. આ કાર માટે ઘણા કસ્ટમાઇઝેશન વિકલ્પો ઉપલબ્ધ છે અને તે સ્પષ્ટ નથી કે અંબાણી પરિવારે તેમની નવી રોલ્સ રોયસ માટે કયો વિકલ્પ પસંદ કર્યો છે. CS12 Vlogsના વિડિયો ફૂટેજ ભારતમાં અંબાણી પરિવારની માલિકીની ત્રણમાંથી બે રોલ્સ રોયસ કુલીનન્સ દેખાડવામાં આવી છે. 


વીઆઇપી નંબર પ્લેટ


નવા કુલીનનનો નોંધણી નંબર "0001" છે. VIP નંબરની સામાન્ય કિંમત 4 લાખ રૂપિયા છે. અંબાણી પરિવારે નવી સિરીઝમાંથી આ એક નંબર પસંદ કર્યો કારણ કે, વર્તમાન સિરીઝના તમામ નંબરો પહેલેથી જ લેવામાં આવ્યા હતા. જેના કારણે આરટીઓએ તેમની પાસેથી માત્ર આ રજિસ્ટ્રેશન નંબર માટે 12 લાખ રૂપિયાની ફી વસૂલ કરી હતી. આરટીઓએ જણાવ્યું હતું કે, પરિવહન કમિશનરની લેખિત પરવાનગી સાથે અગાઉની સિરિઝને સમાપ્ત કર્યા વિના નવી સિરિઝ શરૂ કરી શકાય છે. જો કે તે પ્રમાણભૂત રજીસ્ટ્રેશન ખર્ચ કરતાં ત્રણ ગણો ખર્ચ થાય છે. 


એક અહેવાલ અનુસાર, અંબાણી પરિવારે 20 લાખ રૂપિયાની વન-ટાઇમ ટેક્સ ચૂકવણી કરી છે અને આ નોંધણી જાન્યુઆરી 2037 સુધી માન્ય છે. તેમજ રોડ સેફ્ટી ટેક્સ તરીકે વધારાના 40,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.


અંબાણીની પાસે ઘણી રોલ્સ રોયસ 


અંબાણી ગેરેજમાં રોલ્સ રોયસ મોડલ્સનું શાનદાર કલેક્શન છે. તેમાં ત્રણ Rolls-Royce Cullinan SUV અને નવી પેઢીના ફેન્ટમ એક્સટેન્ડેડ વ્હીલબેઝનો સમાવેશ થાય છે. સાથે જ Rolls-Royce Phantom Drophead Coupe કે જેની કિંમત આશરે રૂ. 13 કરોડ છે.


શું મુકેશ અંબાણી કરશે આ કારનો ઉપયોગ?


કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નવી કાર મુકેશ અંબાણીની છે, પરંતુ આ દાવો કદાચ ખોટો છે. કારણ કે સુરક્ષાના કારણોસર તે ફક્ત બુલેટપ્રૂફ વાહનોમાં જ મુસાફરી કરે છે. જ્યાં સુધી રોલ્સ-રોયસ બુલેટપ્રૂફ સલામતી પ્રદાન ના કરે ત્યાં સુધી અંબાણી આ વાહનનો ઉપયોગ પોતાના માટે કરે તેવી શક્યતા નથી. પરંતુ એવી પણ શક્યતા છે કે, આ નવી કાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે સગાઈની ભેટ હોઈ શકે છે. આ વાહનનું રજીસ્ટ્રેશન આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં થઈ હતી.


Car loan Information:

Calculate Car Loan EMI