2024 Maruti Suzuki Swift: સુઝુકી મૉટર કોર્પોરેશને 26 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2023 દરમિયાન ટોક્યો બિગ સાઈટ ખાતે યોજાનાર જાપાન મૉબિલિટી શૉ 2023માં પ્રદર્શિત કરવા માટે તેની લાઇન-અપ જાહેર કરી છે. કંપની આ શોમાં eVX ઇલેક્ટ્રીક SUV, eWX Mini Wagon EV, e Avery કૉન્સેપ્ટ અને Spacia Concept ના પ્રૉડક્શન પ્રીવ્યુ મોડલ જાહેર કરશે. મોટા સમાચાર એ છે કે 2024 સુઝુકી સ્વિફ્ટ કૉન્સેપ્ટ 2023 જાપાન મૉબિલિટી શૉમાં પણ પ્રદર્શિત કરવામાં આવશે.


2024 સુઝુકી સ્વિફ્ટ 
સુઝુકીનો દાવો છે કે નવા કોન્સેપ્ટ મૉડલને "ડ્રાઈવ એન્ડ ફીલ"ના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે સ્વિફ્ટ કૉન્સેપ્ટ માત્ર "ડિઝાઇન" અને "ડ્રાઇવ" ઓફર કરે છે, પરંતુ કારને રોજિંદા જીવનનો આનંદ માણવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


ડિઝાઇન 
તેની એકંદર સ્ટાઇલ વર્તમાન પેઢીની સ્વિફ્ટ હેચબેક જેવી જ છે. જો કે તેને નવો લૂક આપવા માટે ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તે ગ્રિલ પર થોડી મોટી હનીકોમ્બ પેટર્ન સાથે આવે છે અને તેમાં નવું બમ્પર પણ આપવામાં આવ્યું છે. 2024 સુઝુકી સ્વિફ્ટમાં ક્લેમશેલ બૉનેટ છે, જે SUVમાં ખૂબ જ સામાન્ય છે. હેચબેકને નવી સ્ટાઇલની LED હેડલેમ્પ્સ અને નવા ફોગ લેમ્પ હાઉસિંગ મળે છે, જે જૂના મૉડલ કરતાં વધુ શાર્પ અને ફિચર લોડ્ડ છે. બાજુની પ્રૉફાઇલ જૂના મૉડલ જેવી જ છે. તે બ્લેક-આઉટ પિલર્સ, બ્લેક આઉટ ORVMs સાથે ઇન્ટિગ્રેટેડ બ્લિંકર્સ અને નવા સ્ટાઇલ્ડ એલૉય મેળવે છે. પાછળના દરવાજાના હેન્ડલ સી-પિલરને બદલે પરંપરાગત જગ્યાએ મૂકવામાં આવ્યા છે.


ફિચર્સ
નવી સ્વિફ્ટનું ઈન્ટિરિયર મોટાભાગે નવી બલેનો હેચબેકથી પ્રેરિત છે. તે ડ્યૂઅલ-ટૉન બ્લેક અને ગ્રે શેડ સાથે આવે છે. તેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે નવી 9-ઇંચની ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સૉલ, મલ્ટિ-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, ક્લાઇમેટ કંટ્રોલ, HUD અથવા હેડ-અપ ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળશે. આ કૉન્સેપ્ટ ડ્યૂઅલ સેન્સર બ્રેક સપોર્ટ, એડપ્ટિવ હાઈ બીમ આસિસ્ટ, ડ્રાઈવર મૉનિટરિંગ સિસ્ટમ અને કૉલિઝન મિટિગેશન બ્રેકિંગ સિસ્ટમ સહિત અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે. આ સુવિધાઓ ભારત-સ્પેક સ્વિફ્ટમાં ઓફર કરવામાં આવે તેવી શક્યતા નથી.


ભારતમાં લૉન્ચ 
મારુતિ સુઝુકી 2024 ના પ્રથમ છ મહિનામાં નવી પેઢીની સ્વિફ્ટ હેચબેક રજૂ કરશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નવી સ્વિફ્ટ મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેનથી સજ્જ હશે. તેમાં મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેન સાથે નવું 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે. આ હેચબેક 40kmpl સુધી માઈલેજ આપી શકે છે. ભારતમાં તેનો મુકાબલો Tata Altroz ​​અને Hyundai i20 સાથે થશે.


 


Car loan Information:

Calculate Car Loan EMI