હોન્ડાની નવી Honda City આગામી મહિને લોન્ચ થશે. થોડા દિવસ પહેલા તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. કસ્ટમર્સ તેને ઓનલાઈન કે કંપનીની ડીલરશિપથી બુક કરાવી શકે છે.




નવી હોન્ડા સિટીના ડિઝાઇન અને તેના ઈન્ટીરિયરમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે. કારમાં સ્ટાઇલ, પરફોર્મન્સ, સ્પેસ, આરામ, કનેક્ટિવિટી અને સેફ્ટી ફીચર્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કારમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે અને વેબલિંક કેપેબિલિટીની સાથે 8.0 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે.



તેમાં એલેક્સા રિમોટ કેપિબિલિટી અને 32 કનેક્ટેડ ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. હોન્ડા સિટી સેગમેન્ટની એલેક્સા રિમોટ કેપેબિલિટી સાથે આવતી હોય તેવી આ પ્રથમ કાર છે.



સેફટી માટે નવી સિટીમાં 6 એરબેગ્સ, ABS+EBD, બ્રેક અસિસ્ટ, વીઇકલ સ્ટેબિલિટી અસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ કેમેરા, એજલ હેન્ડલિંગ અસિસ્ટ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ અને ઓટો હેડલેમ્પ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.



નવી હોન્ડા સિટી પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવશે. કારમાં નવું BS6 કમ્પલાયંટ 1.5 લીટર પેટ્રોલ એન્જિન મળશે. જે 121 hp પાવર અને 145NM ટોર્ક આપશે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ CVT ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શનથી લેસ હશે. આ ઉપરાંત તેમાં BS6 કમ્પ્લાયંટ 1.5 લીટરનું ડીઝલ એન્જિન પણ મળશે. જે 100hp પાવર અને 200Nm ટોર્ક આપશે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ હશે.

Car loan Information:

Calculate Car Loan EMI