New Kia Seltos vs Tata Sierra : ભારતીય ઓટો માર્કેટમાં 2025-2026 માટે સૌથી વધુ ચર્ચિત સ્પર્ધા કિયા સેલ્ટોસ અને ટાટા સિએરા વચ્ચે છે. એક તરફ ન્યૂ જનરેશન સેલ્ટોસ તેના પ્રીમિયમ લૂક, હાઇ-ટેક સુવિધાઓ અને હાઇબ્રિડ પાવરટ્રેન સાથે ચર્ચામાં છે. બીજી તરફ, નવી ટાટા સિએરા તેના આઇકોનિક નામ, શાનદાર ડિઝાઇન અને અદ્યતન ADAS પેકેજ સાથે પરત આવી છે. બંનેની કિંમત લગભગ સમાન છે.  આ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે. ચાલો સમજીએ કે કઈ SUV કયા મોરચે વધુ સારી છે.

Continues below advertisement

ડિઝાઇન: અર્બન સ્ટાઇલ 

નવી કિયા સેલ્ટોસની ડિઝાઈન હવે પહેલા કરતા વધુ મોર્ડન અને બોક્સી થઈ ગઈ છે. વર્ટિકલ LED DRLs, એક મોટી ડિજિટલ ટાઇગર-ફેસ ગ્રિલ, ફ્લશ-ફિટિંગ ડોર હેન્ડલ્સ અને ફુલ-લેન્થ LED લાઇટ બાર તેને વધુ શાર્પ અને પ્રીમિયમ લૂક આપે છે. તે શહેરોની મોર્ડન અપીલને કેપ્ચર કરે છે. જ્યારે  ટાટા સિએરા નવી સ્ટાઇલ સાથે તેની આઇકોનિક રેટ્રો-ફ્યુચરિસ્ટિક ડિઝાઇનને નવા સ્ટાઈલ સાથે રજૂ કરે છે.   R19 એલોય વ્હીલ્સ, રેપ-અરાઉન્ડ ગ્લાસ, હીન વિન્ડો લાઇનર અને ક્લૈમશેલ ટેલગેટ તેને વધુ  રગ્ડ, મસક્યુલર અને એડવેન્ચર-રેડી લૂક  આપે છે. ડિઝાઇનની દ્રષ્ટિએ તે એવા ખરીદદારોને વધારે પસંદ આવશે જે શાનદાર અને  આઉટડોર-ફ્રેન્ડલી SUV શોધી રહ્યા છે.  

Continues below advertisement

ઈન્ટીરિયર અને ટેકનોલોજી 

સેલ્ટોસમાં ડ્યુઅલ 12.3-ઇંચ સ્ક્રીન, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, BOSE ઓડિયો, નવું 3-સ્પોક સ્ટીયરિંગ અને X-Lineમાં સ્પોર્ટી બ્લેક ઇન્ટિરિયર મળે છે. તેનું કેબિન પ્રીમિયમ, અર્બન અને ટેક-લોડેડ ફીલ આપે છે. સીએરા થિયેટર PRO ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ, JBL-Harman ઑડિયો વીથ ડોલ્બી, થાઈ-સપોર્ટ એક્સટેન્ડર્સ, પાવર ડ્રાઈવર વિથ મેમરી  અને  કમ્ફર્ટ ઓરિએન્ટેડ સીટિંગ સાથે આવે છે. તેનું ઈન્ટીરિયર લોંગ ડ્રાઇવ અને ફેમિલી કમ્ફર્ટને પ્રાથમિકતા આપે છે.

એન્જિન અને પરફોર્મન્સ 

બંને SUV 1.5L NA પેટ્રોલ, 1.5L ટર્બો-પેટ્રોલ અને 1.5L ડીઝલ એન્જિન વિકલ્પો પ્રદાન કરે છે.

કિઆ સેલ્ટોસમાં હાઇબ્રિડ પાવરટ્રેનની શક્યતા તેને ઇંધણ કાર્યક્ષમતાની દ્રષ્ટિએ આગળ લઈ જાય છે.

ટાટા સીએરાનું સુપર ગ્લાઇડ સસ્પેન્શન અને રગ્ડ સેટઅપ તેને શ્રેષ્ઠ રાઇડ ગુણવત્તા અને ઑફ-રોડ કૈરેક્ટર આપે છે.

સેફ્ટી અને ADAS: કોણ વધારે અદ્યતન છે ? 

સેલ્ટોસ લેવલ-2 ADAS, 360° કેમેરા અને 6  એરબેગ્સ સ્ટાન્ડર્સ મળે છે, જ્યારે સીએરા L2+ ADAS, 22 ઇન્ટેલિજન્ટ ફીચર્સ, 4 સાઈટ બ્લાઇન્ડ-સ્પોટ સિસ્ટમ અને ભારતની પ્રથમ ICE SUVમાં  HypAR HUD ઓફર કરે છે. બંને SUV તેમના સંબંધિત સેગમેન્ટમાં વેલ્યૂ ફોર મની છે અને પસંદગી ફક્ત તમારી ડ્રાઇવિંગ પ્રાથમિકતાઓ પર આધારિત છે. તમે કઈ કાર ચલાવવાનું પસંદ કરો છો તેના પર આધાર રાખે છે.   


Car loan Information:

Calculate Car Loan EMI