ટાટા મોટર્સે પોતાની દિગ્ગજ એસયૂવી Tata Sierra એક નવા અંદાજમાં મંગળવારે લોન્ચ કરી. કંપનીએ ટાટા સિએરા એસયૂવીને ₹11.49 લાખની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે માર્કેટમાં લોન્ચ કરી. ટાટા સિએરા ત્રણ એન્જિન સાથે ઓફર કરવામાં આવે છે: 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડાયરેક્ટ-ઇન્જેક્શન પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ. કંપનીએ આ કારમાં સલામતીનું ખાસ ધ્યાન રાખ્યું છે. ટાટા સિએરામાં ભારતમાં કોઈપણ પ્રોડક્શન કાર પર સૌથી પાતળું LED હેડલેમ્પ છે, જેમાં 17mm બાય-LED મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એન્જિન વિકલ્પો અને પરફોર્મન્સ ડિટેલ્સ
કંપનીએ SUV માટે ત્રણ શક્તિશાળી એન્જિન વિકલ્પો રજૂ કર્યા છે, દરેકમાં અલગ-અલગ ટ્રાન્સમિશન વિકલ્પો છે:
1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન
આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે.
પાવર: 160 PSટોર્ક: 255 Nm
1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન
આ યુનિટ 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DCA ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે.
પાવર: 106 PSટોર્ક: 145 Nm
1.5-લિટર ટર્બો-ડીઝલ એન્જિન
ડીઝલ વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક બંનેનો સમાવેશ થાય છે.
પાવર: 118 PSટોર્ક:મૈનુઅલ: 260 Nm
ઓટોમેટિક: 280 Nm
ટાટા સિએરામાં મળે છે આ ખાસ ફીચર્સ
આ એસયુવીમાં ટાટાના નવા Curvv થી મેળવેલ ચાર-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યા છે, જેમાં ઈલ્યૂમિનેટેડ લોગો અને ટચ કંટ્રોલ સામેલ છે. ફીચર લિસ્ટ એકદમ પ્રીમિયમ છે અને તેમાં ઘણી સેગમેન્ટ-ફર્સ્ટ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
મુખ્ય ફીચર્સમાં સામેલ છે:
iRA કનેક્ટેડ ટેક Snapdragon ચિપ અને 5G સપોર્ટ સાથે
OTA અપડેટ સુવિધા
12.3-ઇંચ પેસેન્જર ડિસ્પ્લે
10.5-ઇંચ સેન્ટ્રલ ટચસ્ક્રીન
ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
સાઉન્ડ બાર સાથે 12-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, Dolby Atmos અને 18 સાઉન્ડ મોડ્સ
Arcade એપ સપોર્ટ
HypAR હેડ-અપ ડિસ્પ્લે
ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ
પેનોરેમિક સનરૂફ
મૂડ લાઇટિંગ
વાયરલેસ ચાર્જિંગ
રીઅર સનશેડ્સ
360 ડિગ્રી કેમેરા
આ ફીચર પેકેજ એસયૂવીને ટેકનોલોજી અને કમ્ફર્ટની દ્રષ્ટિએ વદારે પ્રીમિયમ બનાવે છે.
કેટલા રંગમાં ઉપલબ્ધ
તમે ટાટા સિએરાને તમે મુન્નાર મિસ્ટ, અંડૈમૈન એડવેન્ચર, બેંગાલ રફ, કૂર્ગ ક્લાઉડ્સ, પ્યોર ગ્રે અને પ્રીસ્ટાઇન વ્હાઇટ કલરમાં ખરીદી શકો છો.
SUV બુકિંગ અને ડિલિવરી
નવી ટાટા સીએરા SUV માટે બુકિંગ 16 ડિસેમ્બર, 2025 ના રોજ ખુલશે. કારની ડિલિવરી 15 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે.
Car loan Information:
Calculate Car Loan EMI