Top Indian Bikes Comparable to Royal Enfield Classic 350: એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે રૉયલ એનફિલ્ડની બાઈક વિશે જાણતો ના હોય... રૉયલ એનફિલ્ડની બાઈકનો એક અલગ જ ક્રેઝ છે જે તેમના અદભૂત દેખાવ અને મજબૂત એન્જિન માટે જાણીતી છે. શહેર હોય કે ગામ, તમને આ બાઈક દરેક જગ્યાએ જોવા મળશે.


અહીં અમે તમને કેટલીક એવી બાઇક્સ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 એટલે કે બૂલેટ જેટલી મજબૂત છે અને આ બાઇક માટે સારી રિપ્લેસમેન્ટ પણ છે. જાણો અહીં....


TVS Ronin Special Edition - 
બૂલેટ સિવાય, જો તમે અન્ય કોઈ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેના બદલે TVS ક્રૂઝર બાઇક TVS Ronin સ્પેશિયલ એડિશન પણ ખરીદી શકો છો. TVSની આ સ્પેશિયલ એડિશન બાઇકની કિંમત 1 લાખ 72 હજાર 700 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ બાઇક દમદાર ફિચર્સ અને શાનદાર પાવરટ્રેન સાથે આવે છે.


આ TVS બાઇકમાં તમને 225.9cc, સિંગલ-સિલિન્ડર ઓઇલ કૂલ્ડ એન્જિન મળે છે. તે 20.1bhpનો પાવર અને 19.93nmનો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે, બાઇકમાં 5-સ્પીડ ગિયરબૉક્સ છે જે આસિસ્ટ અને સ્લિપર કૉચ સાથે જોડાયેલી છે.


Hero Mavrick 440 - 
તમે Royal Enfield Classicને બદલે Hero Mavrick 440 પણ ખરીદી શકો છો, જેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટની કિંમત 1 લાખ 99 હજાર રૂપિયા છે. આ સાથે જો તેના ટોપ એન્ડ વેરિઅન્ટની કિંમત વિશે વાત કરીએ તો તે 2 લાખ 24 હજાર રૂપિયા આવે છે. હીરોની ખાસ બાઇકમાં 440cc ઓઇલ એર કૂલ્ડ એન્જિન છે, જે 26bhpનો મહત્તમ પાવર અને 37Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.


Honda H'ness CB 350 - 
બૂલેટને બદલે તમે હૉન્ડાની આ ત્રીજી બાઇક ખરીદી શકો છો. આ બાઇકની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆત 2 લાખ રૂપિયાથી થાય છે. હોન્ડાની આ બાઇકમાં 348.36cc એર કૂલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 5,500rpm પર 20.7hpનો પાવર અને 3000rpm પર 29.4Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે.


આ પણ વાંચો


Top Selling Bikes: કઈ બાઇક સૌથી વધુ વેચાય છે? આ નામો ટોપ-5માં સામેલ છે, જુઓ સંપૂર્ણ યાદી 


                                          


Car loan Information:

Calculate Car Loan EMI