નવી દિલ્હીઃ દેશમાં પ્રદુષણનુ લેવલ ઓછુ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહનો આપતા OLAએ પોતાની E-Scooter કાલ જ લૉન્ચ કરી દીધુ છે. ઓલાએ કાલે S1 અને S1 પ્રૉને લૉન્ચ કર્યા છે. જેની કિંમત 99,999 અને 1,29,999 રૂપિયા રાખવામાં આવી છે. દેશના 75માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે કંપનીએ આને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, જે લોકો અમારા આ E-Scooterને બુક કરી ચૂક્યા છે તે 8 સપ્ટેમ્બરે આને ખરીદી શકશે. વળી, તેમને જણાવ્યુ કે જેની ડિલીવરી ઓક્ટોબરથી શરૂ થઇ જશે.
ફૂલ ચાર્જ પર થવા પર દોડશે 181 કિલોમીટર-
અત્યારે ઓલાના આ E-Scooterનુ બુકિંગ 499 રૂપિયાથી કરવામાં આવી શકે છે. કંપનીએ પોતાના સ્કૂટર વિશે જાણકારી બતાવ્યુ કે એસ1 એક વાર ફૂલ ચાર્જ થવા પર 121 કિલોમીટર સુધી ચાલશે વળી આની મેક્સિમમ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક હશે. કંપનીએ એ પણ બતાવ્યુ કે આ માત્ર 3.6 સેકન્ડમાં 40 કિમી પ્રતિકલાકની સ્પીડ પકડી શકે છે. આ ઇ-સ્કૂટરમાં નોર્મલ અને સ્પૉટ બે મૉડ આપ્યા છે.
વળી, એસ1 પ્રૉ વિશે કંપનીએ બતાવ્યુ કે, આ એકવાર ફૂલ ચાર્જ થવા પર 181 કિમી સુધી દોડશે. આની મેક્સિમમ સ્પીડ 115 કિમી પ્રતિકલાક હશે. આ માત્ર 3 સેકન્ડમાં 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. એસ1 પ્રૉમાં નોર્મલ, સ્પોર્ટ અને હાઇપર ત્રણ મૉડ છે. આ સ્કુટર્સ 10 રંગોમાં ગ્રાહકો માટે અવેલેબલ થશે.
કંપનીએ બતાવ્યુ કે બન્ને સ્કૂટર 2999ના માસિક હપ્તા પર પણ લઇ શકાશે. ઓલા પોતાના આ સ્કૂટરનુ વેચાણ ઓનલાઇન અને ઓફલાઇન બન્ને માધ્યમોથી કરશે. ઓફલાઇન વેચાણ માટે કંપનીએ દેશના દરેક શહેરમાં આગામી ત્રણ મહિનામાં એક અનુભવ કેન્દ્ર ખોલાવાની વાત કહી છે.
ઓલા ચેરમેન ભવિશ અગ્રવાલે કહ્યું કે, ઇલેક્ટ્રૉનિક વાહન તરફ અમારુ અગ્રેસર હોવુ આપણા દેશ માટે બહુ જ જરૂરી છે. અમે અમારી ટેકનોલૉજી ઇન્ડિયામાં બનાવી છે. 2025 સુધી ભારતમાં દરેક ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક હશે. અમે ઇચ્છીએ છીએ કે આખી દુનિયાના 50 ટકા ટૂ-વ્હીલર મેક ઇન ઇન્ડિયા હોય તે તમામ ભારતમાં જ બને.
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થતાં પહેલા જ ચર્ચામાં છે અને તેને ગ્રાહકોનો જબરદસ્ત રિસોપોન્સ મળી રહ્યો છે. ઓલા ઇલેક્ટ્રિકના સીઇઓ ભાવિશ અગ્રવાલે શનિવારે જણાવ્યું કે, પ્રિ લોન્ચિંગ બુકિંગ શરૂ થતાંની સાથે જ 24 કલાકમાં 1 લાખ બુકિંગ થયા છે.
ઓલા ઇલેક્ટ્રિકે તેમની ઓફિશ્યલ વેબસાઇટ પર 499 રૂપિયાની ટોકન રકમથી ઓલા સ્કૂટર બુકિંગની જાહેરાત કરી હતી. ભાવિશ અગ્રવાલે તેમના ટ્વિટમાં કહ્યું કે, ‘ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ ક્રાન્તિ માટે એક શાનદાર શરૂઆત છે.100,000, ક્રાંતિકારીઓને ખૂબ જ ધન્યવાદ જે અમારી સાથે જોડાયા અને સ્કૂટર બુક કર્યું.
Car loan Information:
Calculate Car Loan EMI