OLA Electric Car: લાંબા પ્રચાર અભિયાન પછી, ઓલા ઇલેક્ટ્રિકે આખરે ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે પ્રથમ ઇલેક્ટ્રિક કારની ઝલક આપી છે. પહેલી નજરમાં આ કાર ખૂબ જ સુંદર લાગે છે. કારની ડિઝાઈન અનોખી છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે તે એક વાર ચાર્જ કર્યા બાદ આ કાર 500 કિમી સુધી ચાલશે. કંપનીનો દાવો છે કે, આ કાર માત્ર ચાર સેકન્ડમાં 0 થી 100 કિમીની સ્પીડ પકડી લેશે. આ કારની એક ઝલક આજે બતાવવામાં આવી હતી. આ કારની છત સંપૂર્ણપણે કાચની હશે. ઓલાના સીઈઓએ કહ્યું કે, આ કાર ન્યૂ ઈન્ડિયાને વ્યાખ્યાઈત કરશે. આ કાર સ્પોર્ટી લુકમાં હશે સાથે જ એડવાન્સ કોમ્પ્યુટર હશે. અન્ય કારની સરખામણીમાં ડ્રાઇવિંગ શાનદાર રહેશે. આ કાર કીલેસ અને હેન્ડલલેસ પણ હશે. ઓલાની આ કાર 2024માં આવશે.


અન્ય EV કરતાં ઘણી લાંબી રેન્જ


ઓલાએ આ કાર સાથે ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં રેન્જ પર મોટો દાવ રમ્યો છે. આ કારને રજૂ કરતાં કંપનીએ દાવો કર્યો છે કે આ કાર સિંગલ ચાર્જ પર 500 કિમી સુધી ચાલશે, જે હાલમાં ભારતમાં ઉપલબ્ધ અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ઘણી વધારે રેન્જ છે.


ઓલાનું પોતાનું પ્લેટફોર્મ


ઓલા પાસે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટેનું પોતાનું પ્લેટફોર્મ પણ છે. આ વેબસાઈટનું નામ olaelectric.com છે. હાલમાં, આ વેબસાઇટ પર ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ખરીદવાનો વિકલ્પ છે, જ્યાં કંપનીએ તમામ પ્રકારના સ્કૂટર્સ, તેમની કિંમત, ચાર્જિંગ અને પિકઅપ પછી તેમની કિલોમીટરની રેન્જ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આશા છે કે, કાર વિશેની તમામ માહિતી ટૂંક સમયમાં આ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.


આ કાર સાથે ઓલાની થશે સ્પર્ધા


લોન્ચિંગ પછી, Olaની આ ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારના આ સેગમેન્ટમાં કેટલાક શ્રેષ્ઠ પ્લેયર્સ સાથે સ્પર્ધા કરશે, જેમાં Tata Motors Nexon EV, Tigor EV, MG ZS EV, Hyundai Kona Electric જેવી કારનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ


Independence Day 2022 Special: જે કંપનીએ ભારતને ગુલામ બનાવ્યું હતું, આજે એ જ કંપનીના માલિક એક ભારતીય છે


Mukesh Ambani Threat: '3 કલાકમાં ખતમ કરી દઈશ...' એન્ટિલિયા કાંડ બાદ અંબાણી પરિવારને ફરી 8 ધમકીભર્યા ફોન, પોલીસ તપાસમાં લાગી


Car loan Information:

Calculate Car Loan EMI