Ola Electric : 15મી ઓગસ્ટે ઓલા ઈલેક્ટ્રિક કરી શકે છે ધમાકો

માત્ર બે વર્ષમાં કંપની તેના નવા મુકામે પહોંચી છે. આ દરમિયાન Ola ઈલેક્ટ્રિક સ્કૂટરે ઘણા સોફ્ટવેર અપડેટ્સ, ફીચર એન્હાન્સમેન્ટ્સ અને નવા વેરિઅન્ટ્સની રજૂઆત જોઈ છે.

Continues below advertisement

OLA Electric: ઓલા ઈલેક્ટ્રીક દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ તેના પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Air સાથે EVsની દુનિયામાં પ્રવેશ કર્યો છે. માત્ર બે વર્ષમાં કંપની તેના નવા મુકામે પહોંચી છે. આ દરમિયાન Ola ઈલેક્ટ્રિક સ્કૂટરે ઘણા સોફ્ટવેર અપડેટ્સ, ફીચર એન્હાન્સમેન્ટ્સ અને નવા વેરિઅન્ટ્સની રજૂઆત જોઈ છે.

Continues below advertisement

જ્યારે હવે, કંપની આ વર્ષે 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ પર કંઈક મોટું કરવા જઈ રહી છે. જોકે ઓલાની આગામી પ્રોડક્ટ શું હશે, તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એવી આશા સેવાઈ રહી છે કે, Ola S1નું નવું વેરિઅન્ટ બે અન્ય કલર ઓપ્શન સાથે લોંચ કરવામાં આવી શકે છે.

જો કે, આગામી Ola ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે કેટલીક માહિતી સામે આવી છે. જો કેટલીક અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો નવા વેરિઅન્ટનું નામ Ola S1 Pro Classic હોઈ શકે છે. આ આવનારા મોડલમાં રેટ્રો ડિઝાઈન તત્વો જોઈ શકાય છે. ઉપરાંત, તે સેન્ટર સ્ટેન્ડ, વિન્ડશિલ્ડ અને કુશન્ડ બેકરેસ્ટ જેવી સુવિધાઓથી સજ્જ થઈ શકે છે. આ સાથે ઓલા S1 ઈ-સ્કૂટર માટે બે નવા કલર વિકલ્પો પણ લાવશે, જેમાં લાઇમ ગ્રીન અને ઇલેક્ટ્રિક બ્લુનો સમાવેશ થાય છે.

સંભવતઃ ઇલેક્ટ્રિક સ્કૂટરના ત્રણેય વેરિઅન્ટ્સ (S1 Standard, S1 Pro અને S1 Air) આ નવા શેડ્સમાં રજૂ કરી શકાય છે. હાલમાં ઓલાના ઇ-સ્કૂટર્સ લિક્વિડ સિલ્વર, જેટ બ્લેક, મેટ બ્લેક, એન્થ્રાસાઇટ ગ્રે, કોરલ ગ્લેમ, પોર્સેલિન વ્હાઇટ, ઓચર, મિડનાઇટ બ્લુ, નીઓ મિન્ટ, મિલેનિયલ પિંક અને માર્શમેલો સહિત 11 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ઓલા તેની ઇલેક્ટ્રિક લાઇન-અપમાં ઇલેક્ટ્રિક બાઇક્સનો પણ સમાવેશ કરી શકે છે. જેનું ટીઝર કંપની દ્વારા આ વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ઓલાની આગામી ઈ-બાઈક રેન્જમાં ક્રુઝર, એડવેન્ચર બાઇક, સ્ક્રેમ્બલર, સુપરસ્પોર્ટ મોડલ અને કોમ્યુટર બાઇકનો સમાવેશ થવાની અપેક્ષા છે.

આ સિવાય 2024માં કંપની પોતાની આગામી ઇલેક્ટ્રિક કાર સાથે ફોર વ્હીલર સેગમેન્ટમાં પ્રવેશ કરશે. અત્રે એ નોંધનીય છે કે, ઓલા ઈલેક્ટ્રિક કાર નવી પ્રોડક્ટ રેન્જનો ભાગ નહીં હોય, જેનું અનાવરણ 15 ઓગસ્ટે કરવામાં આવશે.

https://t.me/abpasmitaofficial

Continues below advertisement
Sponsored Links by Taboola