Ola Electric Motorcycle: ઓલા ઈલેક્ટ્રીકે તેની પ્રથમ ઈલેક્ટ્રિક મૉટરસાયકલનું ટીઝર શેર કર્યું છે, જે 15 ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહી છે. જોકે, ટીઝર પરથી એ સ્પષ્ટ નથી થયું કે ઓલા કઈ પ્રકારની મૉટરસાયકલ લૉન્ચ કરવા જઈ રહી છે. ટીઝ્ડ બાઇકની ફ્રન્ટ પ્રૉફાઇલ કંપની દ્વારા ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી ચાર ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ મૉટરસાયકલથી સંપૂર્ણપણે અલગ છે. ગયા વર્ષે કંપનીએ 4 ઇલેક્ટ્રિક મૉટરસાયકલ ક્રૂઝર, એડવેન્ચર, રૉડસ્ટર અને સુપરસ્પૉર્ટ લૉન્ચ કરી હતી.


ઓલા કંપની દ્વારા ટીઝ કરાયેલી ઇલેક્ટ્રિક મૉટરસાયકલમાં બે LED લાઇટ્સ અને આ લાઇટ્સની ઉપર આડી રીતે મૂકવામાં આવેલી LED સ્ટ્રીપ દૃશ્યમાન છે. તેની સાથે બાઇકમાં વિન્ડસ્ક્રીન પણ લગાવવામાં આવી શકે છે અને હેન્ડ લેપ કાઉલ પણ દેખાઈ શકે છે. આ સિવાય આ મૉટરસાયકલને એંગ્યૂલર ટેન્ક શ્રોઉડ્સ પણ બતાવવામાં આવી છે, જેને જોઈને એવું લાગે છે કે તે કોઈ સ્ટ્રીટ બાઇક છે. આ હેન્ડલબાર સિંગલ પીસ હોય તેવું લાગે છે, જે એકદમ સીધું રાખવામાં આવે છે.


ભાવિશ અગ્રવાલે શેર કર્યો ટીજર વીડિયો  
ઓલા કેબ્સના સીઈઓ ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ઇલેક્ટ્રિક મૉટરસાયકલની ઝલક જોઈ શકાય છે. આ ટીઝર 12 સેકન્ડનું છે, જેના વિશે ભાવિશ અગ્રવાલે લખ્યું છે કે મૉટરસાયકલનું ભવિષ્ય અહીં છે. 15મી ઓગસ્ટે અમારી સાથે જોડાઓ.






આ ટીઝર સિવાય હજુ સુધી આ ઈલેક્ટ્રિક મૉટરસાયકલ વિશે કોઈ અન્ય માહિતી સામે આવી નથી. આશા છે કે આ એક પ્રીમિયમ બાઇક હશે. જાણકારી અનુસાર, કંપની પહેલા લૉડેડ મૉડલ લૉન્ચ કરી શકે છે અને પછી આવનારા દિવસોમાં કંપની ઓછી કિંમતની પ્રૉડક્ટ્સ પણ લાવી શકે છે. કંપની નવી ઈ-બ્રાન્ડની સ્થાપના કરી શકશે.


                                                                                                                                                                                                                                                                                                                 


Car loan Information:

Calculate Car Loan EMI