Ola s1z electric scooter launches: Ola Electric એ ભારતમાં OLA S1Z ઇલેક્ટ્રિક સ્કૂટર ₹79,999 ની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કર્યું છે. Ola Electric S1Z ક્રુઝ કંટ્રોલ, રિવર્સ મોડ અને ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે અને તેનું ટોપ વેરિઅન્ટ એક જ ચાર્જ પર 301 કિમી સુધીની રેન્જ ધરાવે છે.
OLA S1Z વેરિઅન્ટ્સ અને કિંમત
આ ઓલા OLA S1Z ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે: બેઝ-સ્પેક ટ્રીમ 3.1kWh બેટરી પેક સાથે આવે છે જ્યારે ટોપ-સ્પેક વેરિઅન્ટ 5.1kWh બેટરી પેક સાથે આવે છે. ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમત ₹99,999 (એક્સ-શોરૂમ) છે.
Bharat Cell LFP ટેકનોલોજી
OLA S1Z ઇલેક્ટ્રિક સ્કૂટર એવા સેલ દ્વારા સંચાલિત છે જે બ્રાન્ડની ભારત સેલ ટેકનોલોજીનો ભાગ છે. ભારત સેલ પ્લેટફોર્મ 46-સિરીઝ લિથિયમ આયર્ન ફોસ્પેટ (LFP) બેટરી કેમિસ્ટ્રી પર આધારિત છે, જે તમિલનાડુમાં બ્રાન્ડની ફેક્ટરીમાં પ્રોડક્શન થાય છે અને બેંગલુરુમાં કંપનીના બેટરી ઇનોવેશન સેન્ટરમાં વિકસાવવામાં આવે છે.
LFP બેટરીઓ ભારતીય બજારમાં સામાન્ય રીતે વપરાતી નિકેલ-મેંગેનીઝ કોબાલ્ટ બેટરીઓ કરતાં વધુ સારી થર્મલ પરફોર્મન્સ ધરાવે છે.
બેટરી અને રેન્જ
ઓલા ઇલેક્ટ્રિક S1Z બે બેટરી પેક વિકલ્પોમાં આવે છે - 3.1kWh અને 5.1kWh. નાના બેટરી પેકમાં એક જ ચાર્જ પર 179 કિમી સુધીની IDC દાવો કરેલ રેન્જ છે. બીજી તરફ, મોટા બેટરી પેકમાં 301 કિમીની IDC દાવો કરેલ રેન્જ છે.
ક્યાં ફીચર્સ મળશે?
આ સ્કૂટર બ્રાન્ડના MoveOS 5 સોફ્ટવેર પ્લેટફોર્મ પર ચાલે છે અને ક્રુઝ કંટ્રોલ, રિજનરેટિવ બ્રેકિંગ, GPS નેવિગેશન, OTA સોફ્ટવેર અપડેટ્સ, રિવર્સ મોડ અને સરળ પાર્ક-લો સ્પીડ મેન્યુવરિંગ જેવી ઘણી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.
કલર ઓપ્શન અને ડિલિવરી
Ola S1Z ચાર કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવશે - White, Anthracite, Sky Splash Blue અને Matcha Green. કંપનીએ માહિતી આપી હતી કે 3.1kWh બેટરી પેક વર્ઝનની ડિલિવરી ડિસેમ્બર 2026 થી શરૂ થશે, જ્યારે 5.1kWh બેટરી પેક વર્ઝન ખરીદવાની યોજના ધરાવતા લોકોએ માર્ચ 2026 સુધી રાહ જોવી પડશે.
આ ભારતીય બજારની પહેલી સ્કૂટર રેન્જ છે જે કંપનીની સ્વદેશી રીતે વિકસિત 'ભારત સેલ LFP' (Bharat Cell LFP) ટેકનોલોજી સાથે માસ-માર્કેટ (માસ સેગમેન્ટ) માં લોન્ચ કરવામાં આવી છે.
Car loan Information:
Calculate Car Loan EMI