Pagani Huayra 70 Anima: ઇટાલીની લક્ઝરી સુપરકાર ઉત્પાદક કંપની પગાનીએ પોતાની નવી વન-ઓફ સુપરકાર હુઆયરા 70 એનિમા પરથી પડદો ઉચકીને ઓટોમોબાઇલ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. કંપનીના સ્થાપક હોરાસિયો પગાનીના 70મા જન્મદિવસના પ્રસંગે બનાવાયેલી Huayra 70 સીરિઝની આ ત્રીજી અને છેલ્લી સ્પેશિયલ એડિશન કાર છે.

Continues below advertisement

 

Continues below advertisement

જણાવી દઈએ કે કોનકોર્સ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવેલી આ કારની સૌથી મોટી ખાસિયત કારમાં ઉપયોગમાં લેવાયેલા પેઇન્ટની છે. જેમાં અસલી હીરાની ધૂળ અને પ્લેટિનમની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માર્કેટમાં તેની સંભવિત કિંમત લગભગ 27-30 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કારમાં બીજું શું-શું શાનદાર છે.

આ પણ વાંચો...Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ

હીરાની ધૂળનો થયો ઉપયોગ

જાણકારી આપી દઈએ કે પગાની હુઆયરા 70 એનિમાનો લુક ખૂબ જ શાનદાર છે. તેના બોડીવર્ક પર એક્સપોઝ્ડ કાર્બન ફાઇબર સાથે કસ્ટમ મેટાલિક લાઇટ બ્લુ અને ઇન્કી બ્લુ રંગનો પેઇન્ટ આપવામાં આવ્યો છે. જેમાં અસલી હીરાની ડસ્ટ ભેળવવામાં આવી છે. તડકો કે રોશની પડતાં જ આ કાર ચમકવા લાગે છે. જ્યારે આ સિવાય કારની બોડી પર હાથથી લગાવેલી અસલી પ્લેટિનમ લીફની પટ્ટીઓ પણ આપવામાં આવી છે. તો તેના એલોય વ્હીલ્સ અને રિયર વ્યૂ મિરર્સ પર પણ ડાયમંડ-કટ ફિનિશિંગ મળે છે.

મળે છે V12 એન્જિન

જણાવી દઈએ કે આ સુપરકારના બોનેટ નીચે મર્સિડીઝ-AMG દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલું 6.0-લીટરનું ટ્વિન-ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે. આ પાવરફુલ એન્જિન 864 hp નો પાવર અને 1,100 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

જેનાથી તેની ટોપ સ્પીડ 350 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે. ડ્રાઇવિંગના શોખીનો માટે તેમાં 7-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. જે આ લેવલની હાઇપરકારમાં ખૂબ જ ઓછું અને ખાસ માનવામાં આવે છે.

મળે છે અત્યંત લક્ઝરી કેબિન

જ્યારે કારના ઇન્ટિરિયરમાં જેવા તમે પગ મુકો છો તમને લક્ઝરીનો અહેસાસ થાય છે. કેબિનમાં બેજ અને મિલ્ક-કલર લેધર સાથે પ્રીમિયમ લોરો પિયાના ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જ્યારે તેના સ્ટીયરીંગ વ્હીલ અને ગિયર નોબ પર પણ ડાયમંડ ડસ્ટ ફિનિશ આપવામાં આવી છે. તેમજ કેબિનની અંદર અર્જેન્ટીના અને લાાસ વેગાસના ઝંડાથી પ્રેરિત સ્પેશિયલ ગ્રાફિક્સ જોવા મળે છે. જે તેને એક એક્સક્લુસિવ અને પર્સનલ ટચ આપે છે.

ખૂબ જ ખાસ છે આ કાર

તમને જણાવી દઈએ કે કારના રિયર પ્રોફાઇલમાં 6-પાઇપવાળું કસ્ટમ એક્ઝોસ્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જેના પર સ્પેશિયલ વ્હાઇટ સિરામિક કોટિંગ કરવામાં આવ્યું છે. બ્રેકિંગ માટે તેમાં બ્રેમ્બોના કાર્બન-સિરામિક બ્રેક્સ આપવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે એક કસ્ટમાઇઝ્ડ વન-ઓફ મોડેલ છે.

એટલે કે આખી દુનિયામાં આવી સિર્ફ 1 જ કાર બનાવવામાં આવી છે. હીરા, પ્લેટિનમ અને V12 મેન્યુઅલ એન્જિનના આ અનોખા સંગમે તેને દુનિયાની સૌથી ખાસ કારોની લિસ્ટમાં સામેલ કરી દીધી છે.


Car loan Information:

Calculate Car Loan EMI