PM Modi New Car Mercedes Maybach S650 Price & Safety features: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં હવે નવી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર Mercedes-Maybach S 650 ગાર્ડ છે. આ એક ખૂબ જ સુરક્ષિત કાર છે. રિપોર્ટ્સ અનુસાર કાર પર ન તો બુલેટની કોઈ અસર થઈ છે અને ન તો બોમ્બ બ્લાસ્ટની કોઈ અસર થઈ છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષામાં વધારો કરવા માટે તેને લાવવામાં આવ્યો છે.


15 કિલો TNT વિસ્ફોટની પણ નથી થતી અસર


આ કાર બે મીટરના અંતરથી 15 કિલો TNT બ્લાસ્ટને પણ ટકી શકે છે. કારની બારીઓ અંદરથી પોલીકાર્બોનેટ કોટિંગ ધરાવે છે. તેને બોમ્બ પ્રુફ (ઇઆરવી) વાહનનું રેટિંગ પણ મળ્યું છે. તેની સાથે અંડર બોડીને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે વિસ્ફોટ વખતે પણ તેની અંદર બેઠેલા વ્યક્તિ સુરક્ષિત રહે. એટલું જ નહીં, હુમલા કે ઈમરજન્સીની સ્થિતિમાં કારની કેબિનમાં અલગથી એર સપ્લાય પણ કરી શકાય છે.


વિશ્વની કોઈપણ કારમાં આપવામાં ન આવ્યું હોય તેટલું પ્રોટેક્શન


અહેવાલ મુજબ મર્સીડીઝ મેબેકે ગયા વર્ષે ભારતમાં એસ600 ગાર્ડને 10.5 કરોડમાં લોન્ચ કરી હતી. એસ650ની કિંમત 12 કરોડથી વધારે હોઈ શકે છે. મર્સીડીઝ મેબેક એસ650 ગાર્ડ વીઆર10  લેવલ પ્રોટેક્શન સાથે અત્યાધુનિક મોડેલ છે.  આ કારમાં અત્યાર સુધીમાં વિશ્વની કોઈપણ કારમાં આપવામાં ન આવ્યું હોય તેટલું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કારનો નીચેનો ભાગ પણ કોઈપણ પ્રકારના વિસ્ફોટથી બચવા બખ્તરબંધ છે. ગેસ હુમલાની સ્થિતિમાં પણ કેબિનમાં અલગ પ્રકારનો વાયુ પૂરો પાડવામાં આવે છે.


પંચર પડે તો પણ 30 કિમી જઈ શકે


મર્સીડીઝ મેબેક એસ650 ગાર્ડ 6.0 લિટર ટ્વીન ટર્બો વી12 એન્જિન દ્વારા સંચાલિત છે. તે 516 બીએચપી અને 900 એનએમનો ટોર્ક પેદા કરે છે. તેની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 190 કિ.મી. છે. આ ઝડપ ઇલેક્ટ્રોનિકલી રિસ્ટ્રિક્ટેડ છે. ટાયરને કોઈપણ પ્રકારનું નુકસાન થાય કે પંચર પડે તેવી સ્થિતિમાં પણ તે ૩૦ કિ.મી. જઈ શકે છે.


ફલેટ ટાયર પર ચાલે છે કાર


મેબેકના ફ્યુઅલ ટેન્કને એક ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવ્યું છે. આ કોટિંગ ગરમીના લીધે થતા છિદ્રોને પોતાની મેળે સીલ કરી દે છે. આ તે સામગ્રીથી બન્યું છે જેનો ઉપયોગ બોઇંગ અને એએચ-૬૪ અપાચે ટેન્ક એટેક હેલિકોપ્ટરો કરે છે. આ કાર મુખ્યત્વે ફ્લેટ ટાયરો પર ચાલે છે, જે નુકસાન થવાની સ્થિતિમાં ટાયરોને સપાટ કરી દે છે.


Car loan Information:

Calculate Car Loan EMI