Renualt એ તેની સૌથી લોકપ્રિય MPV સાથેની એક મોટી સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. ટ્રાઇબર ખરીદનારા ગ્રાહકો વારંવાર ફરિયાદ કરતા હતા કે તે સારી 7-સીટર હોવા છતાં તેનું એન્જિન નબળું લાગે છે. આ સમસ્યાને ઉકેલવા માટે નવી રેનો ટ્રાઇબર ટર્બો એન્જિન સાથે ઓફર કરવામાં આવી છે જે 100 પીએસ પાવર ઉત્પન્ન કરે છે. કિંમત ₹7.84 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ શક્તિશાળી ટર્બો વિકલ્પ હવે હાલના નેચરલી એસ્પિરેટેડ એન્જિનની સાથે ઉપલબ્ધ છે.

Continues below advertisement

ટ્રાઇબર સેગમેન્ટની સૌથી સસ્તી 7-સીટર MPV છે, જે 4 મીટરથી ઓછી સાઇઝમાં ફ્લેક્સિબલ સીટિંગ અને સારી સ્પેસ આપે છે. નવા ટર્બો એન્જિન સાથે તે હવે હાઇવે પર અને ફૂલ લોડમાં પણ શાનદાર પ્રદર્શન આપશે. રેનોએ કારને નવા RGEP પ્લેટફોર્મ પર તૈયાર કરી છે, જેનાથી સ્ટ્રક્ચર મજબૂત થયું છે અને વજનમાં આશરે 80 કિલો વધારો થયો છે.  કંપનીનો દાવો છે કે તે ભારતની સૌથી ફ્યૂલ એફિશિએન્ટ પેટ્રોલ 7-સીટર છે. બુકિંગ શરુ થઈ ગયું છે અને ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થશે.

Continues below advertisement

ટર્બો-એન્જિન વેરિઅન્ટ્સમાં ઇવોલ્યુશન ટર્બો એમટી ₹7.84 લાખ રુપિયા, ટેક્નો ટર્બો એમટી ₹8.53  લાખ રુપિયા અને ઇમોશન ટર્બો એમટી 8.99 લાખ રુપિયામાં ઉપલબ્ધ છે.  બેઝ ઓથેન્ટિક વેરિઅન્ટમાં ટર્બો વિકલ્પ નથી. ટર્બો ફક્ત 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. AMT વિકલ્પ હાલમાં ફક્ત નેચરલી એસ્પિરેટેડ ઇમોશન વેરિઅન્ટ પર જ ઉપલબ્ધ છે.

ડિઝાઇન અને ઇન્ટિરિયર

ટ્રાઇબરનો ફેસલિફ્ટેડ લૂક યથાવત છે અને તેમાં કોઈ બદલાવ થયો નથી. ફ્રંટમાં શાર્પ હેડલાઇટ્સ, સિલ્વર સ્કિડ પ્લેટ્સ અને SUV-સ્ટાઇલ બમ્પર છે. સાઈડમાં રૂફ રેલ્સ અને રિયરમાં LED ટેલલેમ્પ્સ મળે છે. અંદર 7-સીટર મોડ્યુલર કેબિન છે, જેમાં બીજી અને ત્રીજી રોની સીટ્સ સરળતાથી ફોલ્ડિંગ, સ્લાઇડિંગ અને રિમૂવ કરી શકાય છે. બૂટ સ્પેસ 84 લિટરથી વધીને 625 લિટર થાય છે.

ફીચર્સ અને સેફ્ટી

ફીચર્સમાં 8-ઇંચ ટચસ્ક્રીન, વાયર્ડ/વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો/એપલ કારપ્લે, રીઅર એસી વેન્ટ્સ, ડ્રાઇવર સીટ હાઈટ એડજસ્ટમેન્ટ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ (ટોપ  વેરિઅન્ટ) શામેલ છે. સેફ્ટીમાં 6 એરબેગ્સ, ઈએસપી, ટીપીએમએસ, હિલ-હોલ્ડ અસિસ્ટ, એબીએસ અને પાર્કિંગ સેન્સર સ્ટાન્ડર્ડ છે.

એન્જિન અને પરફોર્મન્સ

એન્જિન 1.0-લિટર 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ છે,  જે 100 પીએસ પાવર અને 180 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપનીનો દાવો છે કે તેની માઈલેજ 21 કિમી/લીટર  છે. નવા સસ્પેન્શન, એન્ટિ-રોલ બાર્સ અને બ્રેક્સથી ડ્રાઇવિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આ ફેરફારો ટ્રાઇબરને પરિવારો માટે વધુ આકર્ષક બનાવે છે.  


Car loan Information:

Calculate Car Loan EMI