Royal Enfield Sales Report: ટુ-વ્હીલર ઉત્પાદક રોયલ એનફિલ્ડે માર્ચ 2023 માટે તેનો વેચાણ અહેવાલ જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ કુલ 72,235 મોટરસાઇકલ વેચી છે. જ્યારે માર્ચ 2022માં કંપનીએ કુલ 67,677 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. એટલે કે રોયલ એનફિલ્ડનું વેચાણ વાર્ષિક ધોરણે 7% વધ્યું છે.

કંપનીએ ઘણું વેચાણ કર્યું

નાણાકીય વર્ષ 2022-23માં, રોયલ એનફિલ્ડે કુલ 8,34,895 મોટરસાઇકલનું વેચાણ નોંધાવ્યું છે, જે કંપની માટે અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. આ આંકડો 2021-22ની સરખામણીમાં 39% વધુ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં પ્રથમ વખત 1,00,000 કરતાં વધુ વાહનોની નિકાસ કરી હતી, જે નાણાકીય વર્ષ 2021-22 કરતાં 23% વધુ છે. જ્યારે કંપનીએ પાછલા વર્ષની સરખામણીમાં 41%ના વધારા સાથે સ્થાનિક બજારમાં 7,34,840 એકમોનું વેચાણ કર્યું છે.

કંપનીએ શું કહ્યું?

રોયલ એનફિલ્ડના સીઈઓ બી ગોવિંદરાજને જણાવ્યું હતું કે, આ વર્ષે રોયલ એનફિલ્ડની વૃદ્ધિ નોંધપાત્ર રહી છે, અમે હંટર 350 અને સુપર મેટીઓર 650 જેવી મોટરસાયકલો સાથે પ્રથમ વખત વેચાણ અને બજાર હિસ્સામાં નવી ઊંચાઈ મેળવી છે અને 100,000 યુનિટના નિકાસનો આંકડો પાર કર્યો છે. અમારી અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને નવા ગ્રાહકોને કંપની તરફ આકર્ષિત કર્યા છે. Hunter 350એ તેના લોન્ચિંગના છ મહિનામાં 1 લાખથી વધુ યુનિટ વેચ્યા છે. સાથે જ Super Meteor 650 પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે.

આ બાઇક નવા રંગોમાં આવી

Royal Enfieldએ Interceptor 650 માટે ચાર નવા કલર વિકલ્પો અને Continental GT 650 માટે બે નવા કલર વિકલ્પો રજૂ કર્યા છે. આ નવા અપડેટ્સ સાથે આ બંને બાઇકમાં યુએસબી ચાર્જિંગ, એલઇડી હેડલેમ્પ, નવા સ્વીચગિયર જેવા ફીચર્સ છે. 2023 Royal Enfield Interceptor 650 અને Continental GT 650 હવે સ્ટાન્ડર્ડ તરીકે ટ્યૂબલેસ ટાયર અને કાસ્ટ એલોય વ્હીલ્સ સાથે બ્લેક-આઉટ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

Royal Enfield Classic 350: ફક્ત 50 હજાર રૂપિયામાં મળી રહી છે રૉયલ એનફિલ્ડ બૂલેટ 350, જાણો કઇ રીતે ખરીદી શકાય ?

Second Hand Royal Enfield Classic 350: ભારતીય માર્કેટમાં ટૂ વ્હીલર સેગમેન્ટમાં રૉયલ એનફિલ્ડ કેટલીય ક્રૂઝર બાઇકની સાથે અવેલેબલ છે. કંપનીની રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 માર્કેટમાં એક અલગ જ ઓળખ છે. જેના સ્ટાઇલિશ લૂકના કારણે આ દેશમાં લાંબા સમય સુધી દરેક વ્યક્તિની પસંદ બની છે. જો કોઇ ગ્રાહક આ બાઇકને ખરીદવાની ઇચ્છા રાખે છે, તો તેને આના માટે 1.51 લાખ રૂપિયાથી લઇને 1.66 લાખ રૂપિયા સુધી એક્સ શૉ રૂમ કિંમત ચૂકવવી પડે છે, પરંતુ જો તમારી પાસે આટલા પૈસાનું બજેટ નથી, અને આમ છતાં તમે આ બાઇક ખરીદવા માંગો છો, તો તમારા માટે એક આસાન રીત છે, જેને ફોલો કરીને તમે આ રૉયલ એનફિલ્ડને ખરીદી શકો છો, તમે આને 50 થી 70 હજાર રૂપિયામાં પણ આ બાઇકને આસાનીથી ખરીદી શકો છો.

શું છે રીત ?
દેશમાં કેટલીય ઓનલાઇન વેબસાઇટ એવી છે, જ્યાં ઘણાબધા સેકન્ડ હેન્ડ રૉયલ એનફિલ્ડ બૂલેટ અવેલેબલ છે. આ વેબસાઇટ્સ પર કેટલીય અન્ય કંપનીઓની બાઇકો પણ અવેલેબલ છે. જોકે કોઇ પણ સેકન્ડ હેન્ડ બાઇકને ઓનલાઇન ખરીદતા પહેલા તેની કન્ડીશન અને પેપરને સારી રીતે તપાસી લેવા જરૂરી છે. નહીં તો તમે છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો. 


Car loan Information:

Calculate Car Loan EMI