Second Hand Royal Enfield Classic 350: ભારતીય માર્કેટમાં ટૂ વ્હીલર સેગમેન્ટમાં રૉયલ એનફિલ્ડ કેટલીય ક્રૂઝર બાઇકની સાથે અવેલેબલ છે. કંપનીની રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 માર્કેટમાં એક અલગ જ ઓળખ છે. જેના સ્ટાઇલિશ લૂકના કારણે આ દેશમાં લાંબા સમય સુધી દરેક વ્યક્તિની પસંદ બની છે. જો કોઇ ગ્રાહક આ બાઇકને ખરીદવાની ઇચ્છા રાખે છે, તો તેને આના માટે 1.51 લાખ રૂપિયાથી લઇને 1.66 લાખ રૂપિયા સુધી એક્સ શૉ રૂમ કિંમત ચૂકવવી પડે છે, પરંતુ જો તમારી પાસે આટલા પૈસાનું બજેટ નથી, અને આમ છતાં તમે આ બાઇક ખરીદવા માંગો છો, તો તમારા માટે એક આસાન રીત છે, જેને ફોલો કરીને તમે આ રૉયલ એનફિલ્ડને ખરીદી શકો છો, તમે આને 50 થી 70 હજાર રૂપિયામાં પણ આ બાઇકને આસાનીથી ખરીદી શકો છો. 


શું છે રીત ?
દેશમાં કેટલીય ઓનલાઇન વેબસાઇટ એવી છે, જ્યાં ઘણાબધા સેકન્ડ હેન્ડ રૉયલ એનફિલ્ડ બૂલેટ અવેલેબલ છે. આ વેબસાઇટ્સ પર કેટલીય અન્ય કંપનીઓની બાઇકો પણ અવેલેબલ છે. જોકે કોઇ પણ સેકન્ડ હેન્ડ બાઇકને ઓનલાઇન ખરીદતા પહેલા તેની કન્ડીશન અને પેપરને સારી રીતે તપાસી લેવા જરૂરી છે. નહીં તો તમે છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો. 


સેકન્ડ હેન્ડ રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 - 
આજે અમે તમને સેકન્ડ હેન્ડ રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 ની પહેલી ડીલ વિશે બતાવીએ છીએ, જે OLX પર અવેલેબલ છે. આ બૂલેટ 350 ની કિંમત 50 હજાર રૂપિયા માંગવામાં આવી છે, આ એક 2010 મૉડલની બાઇક છે. આનો નંબર દિલ્હીમાં રજિસ્ટર છે, આ બાઇકની સાથે સેલર અન્ય કોઇ ઓફર નથી આપી રહ્યું. 


2011 રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 - 
આ રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 બાઇક 2011 મૉડલ છે. આ બાઇકનો નંબર દિલ્હીમાં રજિસ્ટર છે, આ બાઇકની કિંમત 60,000 રૂપિયા રાખવામાં આવી છે. સાથે જ સેલર આની સાથે એક્સ્ટ્રા સ્પૉક વ્હીલનો સેટ પણ ઓફર કરી રહ્યો છે. આ બાઇક QUIKR વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 


2012 રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 - 
આ સેકન્ડ હેન્ડ રૉયલ એનફિલ્ડ બૂલેટ 350 ડીલ BIKES4SALE વેબસાઇટ પર અવેલેબલ છે. આ 2012 મૉડલ વાળી બાઇકની કિંમત 65 હજાર રૂપિયા માંગવામાં આવી છે, આ દિલ્હી નંબરની બાઇક છે, અને આના પર ફાઇનાન્સની પણ સુવિધા ઉપલબ્ધ છે. 


 


Car loan Information:

Calculate Car Loan EMI