Krishnakumar Kunnath Died: કોલકાતામાં એક લાઈવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બોલીવુડના જાણીતા ગાયક કેકેનું અવસાન થયું હતું. આ લાઈવ કોન્સર્ટમાં ગીત ગાતી વખતે જ કેકેને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તાત્કાલિક સીએમઆરઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે 53 વર્ષના હતા. તેમણે હિન્દીમાં 200 થી વધુ ગીતો ગાયા છે. તેમણે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં પણ ગીતો ગાયા હતા.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પાસે મર્સિડીઝ બેનઝ એ ક્લાસ, જીપ ચેરોકી અને ઓડી આરએસ5 જેવું કલેકશન છે. ઓડી આરએસ 5 ને આ વર્ષની શરૂઆતમાં કેકેએ તેના કાફલામાં સામેલ કરી હતી.


કેકે બોલિવૂડ સિંગર હતા જેમના ગીતો ક્યારેય જૂના નથી હોતા. તેણે પોતાની બહુમુખી પ્રતિભાથી આખા ઉદ્યોગમાં એક અલગ છાપ છોડી છે. મોંઘીદાટ કાર્સના શોખીન કેકે હાલમાં ઓડી આરએસ5 ચલાવતા હતા, તે પણ તેમની ફેવરિટ હતી. કેકેએ જાન્યુઆરીમાં સ્મેશિંગ મેટાલિક ટેંગો રેડ પેઇન્ટ સ્કીમમાં પોતાની નવી ઓડી આરએસ5 સ્પોર્ટબેક ખરીદી હતી, જેની તસવીર તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરી હતી, જેમાં તે તેની પત્ની જ્યોતિ સાથે જોવા મળ્યા હતા.




કેકે પાસે રહેલી મોંઘી કારનું લિસ્ટ


Audi RS5


ઓડી આરએસ5 માત્ર 3.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે, જ્યારે ઇલેક્ટ્રોનિકલી લિમિટેડ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. આ સેગમેન્ટમાં તેની ટક્કર BMW M3, Lexus RC F જેવી કાર સાથે છે. ઓડી આરએસ5ની કિંમત 1.04 કરોડ રૂપિયા, એક્સ-શોરૂમ છે.


Jeep Cherokee


કેકે પાસે રેન્ડ જીપ ચેરોકી પણ હતી, સિંગર આ કારમાં પણ ઘણી વખત જોવા મળ્યો હતો. જીપ ચેરોકી 6 કલર ઓપ્શનમાં આવે છે, જેમાં ડીપ ચેરી રેડ ક્રિસ્ટલ પર્લ, બ્રિલિયન્ટ બ્લેક ક્રિસ્ટલ પર્લ, બ્રાઇટ વ્હાઇટ, ટ્રુ બ્લુ પર્લ, ગ્રેનાઇટ ક્રિસ્ટલ અને બિલેટ સિલ્વર કલર્સનો સમાવેશ થાય છે.


Mercedes BenZ A Class


મર્સિડીઝ બેન્ઝ એ-ક્લાસને પણ કેકેના લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી, જોકે આ લક્ઝરી કારનું પ્રોડક્શન કંપનીએ વર્ષ 2019માં બંધ કરી દીધું હતું.


Car loan Information:

Calculate Car Loan EMI