ભારતીય બજારમાં Simple Energy એ  નવું  wave electric scooter  લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹1.10 લાખ છે. કંપનીએ તેને મોટા પાયે બજારને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. ભારતમાં સિમ્પલ એનર્જીનું આ પહેલું ફેમિલી-ફોકસ્ડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. કંપનીના જણાવ્યા અનુસાર simple wave ની ડિલિવરી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થશે. ડીલરશીપ દ્વારા સ્કૂટર માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.

Continues below advertisement

simple wave 6 વેરિએન્ટમાં ઉપલબ્ધ 

Continues below advertisement

સિમ્પલ વેવ કુલ 6 વેરિએન્ટમાં ઓફર કરવામાં આવે છે. તે Simple Wave S, Simple Wave અને Simple Wave+   ઉપલબ્ધ હશે. રેન્જની દ્રષ્ટિએ, ટોપ-એન્ડ સિમ્પલ વેવ+ માં 5kWh બેટરી પેક, 6.4kW PMSM મોટર અને 90km/h ની ટોપ સ્પીડનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્કૂટર 179Nm નો વ્હીલ ટોર્ક જનરેટ કરે છે. વિવિધ વર્ઝન 3.7kWh, 2.7kWh અને 2.2kWh બેટરી પેકથી સજ્જ છે. તેમની દાવો કરાયેલ IDC રેન્જ 171 કિમી, 132 કિમી અને 110 કિમી છે. દરેક મોડેલમાં ઉપલબ્ધ બેટરી અને સાધનો પસંદ કરેલા વેરિઅન્ટ પર આધાર રાખે છે. બધા વેરિઅન્ટ રાઇડ, ઇકો અને ECOX રાઇડિંગ મોડ ઓફર કરે છે, જ્યારે વધુ કિંમતવાળા વેરિઅન્ટ સ્પોર્ટ મોડ પણ ઓફર કરે છે.

2 કલાક અને 15 મિનિટમાં 80% ચાર્જ

simple wave ચેઇન-ડ્રાઇવ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરે છે. બેટરી પેક અને મોટર IP67 રેટિંગ સાથે સુરક્ષિત છે. સ્કૂટર પોર્ટેબલ ચાર્જર સાથે આવે છે જ્યારે સિમ્પલ વેવ+ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપે છે. કંપનીનો દાવો છે કે ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ સાથે ટોપ મોડેલની બેટરી માત્ર 2 કલાક અને 15 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

ફેમિલી ઉપયોગ માટે ડિઝાઇન 

Simple Energy નું કહેવું છે   Wave રોજિંદા ભારતીય પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. સ્કૂટરમાં કૂલ  70 લિટર સુધીની સ્ટોરેજ ક્ષમતા પ્રદાન કરે છે. સીટ નીટે સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ 63 લિટર સુધી  છે. વધુમાં, તેમાં 3-લિટર ગ્લોવબોક્સ અને એક અલગ 4-લિટર અલગ ઓક્ઝિલરી કમ્પાર્ટમેન્ટ મળે છે, જેને કંપનીએ Pill  નામ આપ્યું છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્પર્ધા કરશે 

ભારતીય બજારમાં સિમ્પલ વેવ એથર કોનાર્ક, ટીવીએસ આઇક્યુબ અને બજાજ ચેતક જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્પર્ધા કરશે. આ સ્કૂટર સાથે સિમ્પલ એનર્જીનું ધ્યાન પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટને બદલે મોટા પાયે બજાર અને ફેમિલી વપરાશકર્તાઓ સુધી પહોંચવાનું છે. 


Car loan Information:

Calculate Car Loan EMI