New Generation Skoda Superb: ઘણા ટીઝર બાદ સ્કોડાએ  ગ્લોબલ માર્કેટમાં ન્યૂ જનરેશન સુપર્બ સેડાનનો ખુલાસો કર્યો છે. નવી સ્કોડા સુપર્બ  ભારે એક્સટર્નસ, ઈન્ટરનલ અને નવા પાવરટ્રેન વિકલ્પો સાથે ઘણી નવી સુવિધાઓથી સજ્જ હશે.


ડિઝાઇન


નવી સ્કોડા સુપર્બ કંપનીની નવી 'મોર્ડન સોલિડ' ડિઝાઇન લેંગ્વેજને ફોલો કરે છે. નવા મોડલની સાઈઝ પહેલાની જેમ જ જાળવી રાખવામાં આવી છે. પરંતુ હવે તેમાં ઘણા નવા ડિઝાઈન કરેલા પાર્ટ સામેલ છે. તેમાં સિગ્નેચર સ્કોડા ગ્રિલ સાથે નવી સ્ટાઇલની LED લાઇટ્સ અને LED DRLs માટે નવી સિગ્નેચર છે. ત્યાં એકદમ નવું બમ્પર છે જે હવે શાર્પ કટ અને ફોલ્ડ્સ સાથે મોટા એર ડેમને એડજસ્ટ કરે છે.




એલોય વ્હીલ્સના નવા સેટને છોડીને, એકંદર સિલ્હુટ અગાઉના મોડલ જેવું જ છે, જેમાં 19-ઇંચના એલોય વ્હીલ્સ મળી શકે છે. પાછળની પ્રોફાઇલ પણ અપડેટ કરવામાં આવી છે, જેમાં અપડેટેડ LED ટેલ-લાઇટ અને અપડેટ બમ્પરનો સમાવેશ થાય છે. નવી Superbનું વ્હીલબેઝ 2841 mm છે. આ સેડાન હવે તેના અગાઉના મોડલ કરતા 15 મીમી સાંકડી, 43 મીમી લાંબી અને 12 મીમી ઉંચી છે. તેની બૂટ સ્પેસ 20-લિટર વધારીને 645-લિટર કરવામાં આવી છે.




ઈન્ટીરિયર


નવી Skoda Superb 2024ની કેબિન સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવી છે. જેમાં કલર સ્કીમ અને ડેશબોર્ડ લેઆઉટ સામેલ છે. તેમાં સિલ્વર ઇન્સર્ટ્સ અને પ્રીમિયમ અપહોલ્સ્ટરી સાથે ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર થીમ છે. તેમાં નવી 13-ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને HVAC કંટ્રોલ માટે ત્રણ ડાયલની સુવિધા છે. સેન્ટર કન્સોલ ખૂબ ઓછા બટનો સાથે ક્લીન દેખાય છે અને HVAC નિયંત્રણો માટેના ડાયલમાં નાની ડિસ્પ્લે આપવામાં આવી છે.


 



ફિચર્સ


ફીચર્સની વાત કરીએ તો ન્યૂ જનરેશન સ્કોડા સુપર્બમાં એમ્બિયન્ટ લાઇટિંગ સિસ્ટમ, એક પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, હીટિંગ અને વેન્ટિલેશન ફંક્શન સાથે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ, પેનોરેમિક સનરૂફ અને વાયરલેસ ફોન ચાર્જિંગ અને USB-C ફાસ્ટ ચાર્જિંગ છે. આ સેડાનમાં નવું 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ છે. સલામતી અને સુરક્ષા માટે નવી સુપર્બને મલ્ટીપલ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) મળે છે. આ ADAS ટેક્નોલોજીમાં ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.


પાવરટ્રેન


ન્યૂ જનરેશન સ્કોડા સુપર્બને બે હાઇબ્રિડ પાવરટ્રેન સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં એક 150PS, 1.5-લિટર માઇલ્ડ-હાઇબ્રિડ અને એક 204PS, 1.5-લિટર પ્લગ-ઇન હાઇબ્રિડ એન્જિન સામેલ છે. પ્લગ ઈન હાઇબ્રિડમાં  25.7kWh બેટરી પેક મળશે અને એવો દાવો કરવામાં આવે છે કે તે ફક્ત ઇલેક્ટ્રિક મોડ પર 100 કિમી સુધીની રેન્જ પ્રદાન કરી શકે છે. આ સેડાનમાં 2.0-લિટર ટર્બો પેટ્રોલ અને ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે. પેટ્રોલ એન્જિન 204bhp અને 265bhpના બે સ્ટેટ્સ ઑફર કરે છે. જેમાં ઓલ-વ્હીલ-ડ્રાઈવ લેઆઉટ 265bhp સાથે ઉપલબ્ધ છે. જ્યારે ડીઝલ એન્જિન 150bhp (FWD) અને 193bhp (AWD) સાથે આવી શકે છે.



ઈન્ડિયા-સ્પેક મોડલ મોટે ભાગે ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવશે. પ્લગ-ઇન હાઇબ્રિડ એડિશન 6-સ્પીડ DSG (ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક) ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવે છે, જ્યારે બાકીના ટ્રીમ્સમાં 7-સ્પીડ DSG મળે છે. ભારતમાં આ કારની કોઈ સીધી હરીફાઈ નથી, જો કે કેટલાક કિસ્સાઓમાં તે Audi A3 અને Toyota Camry સાથે સ્પર્ધા કરશે. 


Car loan Information:

Calculate Car Loan EMI