Skodaતેની લોકપ્રિય SUV, Kushaqનું નવું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે, જેની શરૂઆત ₹10.69 લાખ (એક્સ-શોરૂમ) થી થાય છે. આ SUV પાંચ અલગ અલગ વેરિઅન્ટમાં આવે છે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો પ્રદાન કરે છે. આ વખતે, કંપનીએ વાહનને વધુ આધુનિક અને ફીચર-લોડેડ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એન્જિનમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ 1-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન હવે નવા 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. ચાલો તેના ફિચર્સ વિશે જાણીએ...

વધુ સ્ટાઇલિશ લૂકનવી Kushaq ફેસલિફ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેમાં નોંધપાત્ર ડિઝાઇન વર્ક કરવામાં આ્વ્યું છે. આગળના ભાગમાં નવું બમ્પર, સ્લિમર હેડલેમ્પ્સ અને DRL સાથે કનેક્ટેડ લાઇટ બાર છે, જે તેને પ્રીમિયમ લૂક આપે છે. સાઇડ પ્રોફાઇલ મોટાભાગે યથાવત છે, પરંતુ નવા 17-ઇંચના એલોય વ્હીલ્સ તેને વધુ આકર્ષક બનાવે છે. પાછળના ભાગમાં, નવી LED ટેલલાઇટ્સ, સિક્વન્શિયલ ઇન્ડિકેટર્સ અને ગ્લોઇંગ સ્કોડા લોગો ઉમેરવામાં આવ્યો છે.

ઇન્ટિરિયર અને ફીચર્સઆ SUV ની ઇન્ટિરિયર ડિઝાઇન મોટાભાગે સમાન રહે છે, પરંતુ કેટલાક નવા અપડેટ્સ ઉમેરવામાં આવ્યા છે. નવું ડ્યુઅલ-ટોન બ્લેક અને બેજ ઇન્ટિરિયર તેને ફ્રેશ ફીલ આપે છે. સૌથી નોંધપાત્ર ફેરફાર પેનોરેમિક સનરૂફ છે, જે હવે આ કારમાં શામેલ છે. ફીચર્સ માટે 10.25-ઇંચ ડિજિટલ ડિસ્પ્લે, 10.1-ઇંચ ટચસ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, એમ્બિયન્ટ લાઇટિંગ અને AI આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વેન્ટિલેટેડ સીટ્સ, ક્રુઝ કંટ્રોલ અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

Continues below advertisement
Continues below advertisement

સેફ્ટી અને એન્જિન

સુરક્ષાની વાત આવે ત્યારે સ્કોડાએ કોઈ કસર છોડી નથી. તેમાં છ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ, પાર્કિંગ સેન્સર અને રીઅર કેમેરા છે.  જે  SUV ડ્રાઇવર અને મુસાફરો બંને માટે સલામત માનવામાં આવે છે. એન્જિન વિકલ્પો સમાન રહે છે, જેમાં 1.0-લિટર અને 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો સમાવેશ થાય છે. 1.5-લિટર એન્જિન 7-સ્પીડ DCT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જે વધુ સારો પાવર  અને પર્ફોમન્સ આપે  છે.

કઇ કાર સાથે છે ટક્કર?

નવી Skoda Kushaq Facelift હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, હોન્ડા એલિવેટ, મારુતિ ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર જેવી કારો સાથે સ્પર્ધા કરે છે.  આ સિવાય Volkswagen Taigun પણ તેની મુખ્ય કોમ્પિટિટર છે, 


Car loan Information:

Calculate Car Loan EMI