Smart Car Key: કાર ઉત્પાદકોએ હવે કારની સાથે સ્માર્ટ કી પણ આપવાનું શરૂ કર્યું છે. જેની મદદથી ઘણી નાની નાની બાબતોને સ્માર્ટ રીતે કરી શકો છો. જે કરવા માટે કારના બટનોનો ઉપયોગ કરવો પડશે. આ ચાવીઓ કારના ફિચર્સના અનુસાર બનાવવામાં આવી છે. તો જાણો કે આ સ્માર્ટ કી થી શું-શું સુવિધાઓ મળી શકે છે.


કારના કાચ બંધ થઈ જાય તો? 


જ્યારે પણ કાર લઈ બહાર જાબ છો કોઈને કોઈ કામ કારણોસર કારના કાચ ખોલવા પડે છે. અને અચનાક કાર ક્યાંક ઉભી રાખીને તમે તેને બંધ કરવાનું ભૂલી ગયા હોવ તો આ સ્માર્ટ કી તમારા માટે ખૂબ મહત્વની સાબિત થશે. પાછા જઈ કારના દરવાજા ખોલવાની અને બારીઓ બંધ કરવાની જરૂર નહીં પડે. આ કામ તમે કારની ચાવીના બટનથી દ્વારા જ કરી શકો છો.


કાર સાઇડ રીઅર વ્યુ મિરર્સ


જો કાર પાર્ક કરતી વખતે કારના ORVM (આઉટસાઈડ રિયર વ્યુ મિરર્સ) ખુલ્લા રહી ગયા હોય તો આ નાની અમથી બેદરકારી ક્યારેક મોટું નુકસાન પહોંચાડે છે. મોટાભાગની કારમાં કાર સ્ટાર્ટ થાત જે કાચ ખુલે છે અને બંધ થાય છે. પરંતુ જે કારમાં સ્માર્ટ ચાવીઓ છે તે કારના ORVMને ચાવીની મદદથી જ બંધ કરી શકાય છે. 


કારની ડિકી


સ્માર્ટ કી વડે તમે ચાવી વડે જ કારની ડિકી ખોલી શકો છો. સ્માર્ટ કી વગરની કારમાં બુટ સ્પેસ એટલે કે, કારની ડિકી ખોલવા માટે એક બટન આપવામાં આવે છે. જો કે તેને લોક કરવા માટે કોઈ બટન નથી હતું. ડિકી જ્યારે બંધ થાય ત્યારે આપોઆપ લોક થઈ જતી હોય છે. 


પાર્કિંગમાં મદદરૂપ


ઘણી વખત તમે કારને પાર્કિંગમાં પાર્ક કરો અને તેનું લોકેશન ભૂલી જાવ એવુ પણ બને છે. આમ થતા તમને પાછળથી કારને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ આ વખતે આ કારની ચાવી તમને આ કામમાં મદદ કરી શકે છે. કારની ચાવીમાં અનલોક બટનને વારંવાર દબાવવાથી કારના લોકના અવાજ આવશે અને કારની લાઈટો થવા લાગશે. જેથી કરીને કાર સરળતાથી ઓળખી શકાય છે.


Car loan Information:

Calculate Car Loan EMI