Sonu Sood Wife Car Accident : બોલિવૂડ એક્ટર સોનુ સૂદની પત્ની સોનાલી સૂદ અને પરિવારના કેટલાક સભ્યોનો અકસ્માત થયો છે. નાગપુર હાઈવે પર થયેલા આ અકસ્માત બાદ સોનાલી સૂદની એમજી વિન્ડસર કચ્ચરઘાણ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં કારની એરબેગ્સ ખુલી જવાના કારણે તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું.
સોનાલી સૂદ કઈ કારમાં મુસાફરી કરી રહ્યા હતા ?
બોલિવૂડ એક્ટર સોનુ સૂદની પત્નીની એમજી વિન્ડસર કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમજી વિન્ડસર કારની શું હાલત છે. એજન્સી અનુસાર, કારને પાછળથી એક ટ્રકે ટક્કર મારી હતી અને આ અકસ્માત સોમવારે રાત્રે 10.30 વાગ્યે થયો હતો.
સોનૂ સૂદે 1996 માં સોનાલી સાથે લગ્ન કર્યા હતા -
સોનૂ સૂદે ૧૯૯૬માં સોનાલી સાથે લગ્ન કર્યા. તે એક તેલુગુ મહિલા છે જે આંધ્રપ્રદેશની છે. આ દંપતીને અયાન અને ઇશાંત નામના બે પુત્રો છે. સોનાલીએ નાગપુર યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેઓ વ્યવસાયે એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે, સોનુ અને સોનાલી સૂદ તેમના અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખવાનું પસંદ કરે છે.
આ સેફ્ટી ફીચર્સ કારમાં ઉપલબ્ધ છે
સલામતી માટે, MG Windsor EV માં 6 એરબેગ્સ, ESC, ABS, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, પાછળના પાર્કિંગ સેન્સર સાથે 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, TPMS અને તમામ વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યા છે. વિન્ડસર EV પાસે 38 kWh નું બેટરી પેક છે.
આ બેટરી પેક સાથે આ કાર સિંગલ ચાર્જિંગમાં 331 કિલોમીટરની રેન્જ આપે છે. જો આ કારની વાસ્તવિક રેન્જની વાત કરીએ તો આ કાર 200 કિલોમીટર સુધી ચાલી શકે છે. મહત્તમ આ કાર એક જ ચાર્જિંગમાં 250 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI