Sony Unveiled EV Vision S 2: સોનીએ CES 2022માં Vision-S02 ઇલેક્ટ્રિક SUV કાર રજૂ કરી છે. આ સાથે કંપનીએ જાહેરાત કરી કે તે ઇલેક્ટ્રિક વાહન વિકાસ યોજનાને આગળ વધારવા માટે ટૂંક સમયમાં એક કંપની બનાવશે. Vision-S02 એ SUV-બોડી પ્રકાર છે. તેમાં 7 સીટો છે. કારની લંબાઈ 4.9 મીટર છે. તેમાં ઘણી એવી સુવિધાઓ છે, જે તમને તેમાં જ જોવા મળશે.


આ કાર 5G સક્ષમ સિસ્ટમ, 40-સેન્સર સપોર્ટેડ લેવલ 2+ ADAS, પ્લેસ્ટેશન સાથે વિડિઓ-ગેમ સ્ટ્રીમિંગ અને સુરક્ષા સેન્સર જેવી સુવિધાઓ સાથે આવે છે. તેમાં કેમેરા, LiDAR, રડાર અને અલ્ટ્રાસોનિક સેન્સર છે, જે 'સેફ્ટી-કોકૂન' બનાવવા માટે પ્રદાન કરવામાં આવ્યા છે, જે કારને પોતાની જાતે પાર્ક કરવા અને ડ્રાઇવિંગ કરવા સક્ષમ બનાવે છે. કાર લિપ-રીડિંગ ટેક્નોલોજીથી સજ્જ છે, જે મૌખિક સૂચનાઓને સમજવા અને તેનું પાલન કરવાનું સરળ બનાવે છે.


Vision-S02ની ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આગળ અને પાછળ ડ્યુઅલ-ઇલેક્ટ્રિક મોટર સેટઅપ મેળવે છે. તે 268hp પાવર જનરેટ કરી શકે છે. 2.5 ટનની આ કાર 180 kmphની સ્પીડ પણ પાર કરી શકે છે. કારની હેડલેમ્પ પાંદડાના આકારની છે. બંને હેડલેમ્પ્સની મધ્યમાં સંપૂર્ણ પહોળાઈનો LED DRL છે. આમાં, સોની મોબિલિટીનો લોગો મધ્યમાં જોવા મળે છે. કારમાં સાઈડ મિરર નથી.


આ કાર સોનીના CMOS સેન્સર્સથી સજ્જ છે, જે તમને રસ્તાઓ પર નેવિગેટ કરવા દે છે. તેમાં વળાંકવાળી ઢાળવાળી છત છે. કારમાં ત્રણ ડિસ્પ્લે ફીટ કરવામાં આવ્યા છે, જે તેને અંદરથી વધુ લક્ઝરી લુક આપે છે. પાછળ બેઠેલા મુસાફરો પણ સ્ક્રીનની મજા માણી શકશે. સોનીએ 3D-સરાઉન્ડ અનુભવ આપવા માટે ઓડિયો ટેક્નોલોજી અને સીટોની અંદર એમ્બેડ કરેલા સ્પીકર્સ પર પણ ઘણું કામ કર્યું છે.


આ પણ વાંચોઃ PM Awas Scheme: તમને પણ નથી મળ્યું ઘર તો ફટાફટા અહીં કરો ફરિયાદ, જલ્દી મળશે મકાન


Car loan Information:

Calculate Car Loan EMI