Kia Syros Crosses 20000 Booking: કિયા મોટર્સે તાજેતરમાં ભારતીય બજારમાં નવી SUV કિયા સિરૉસ લૉન્ચ કરી છે. આ કારનું બુકિંગ શરૂ થયું ત્યારથી જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે. કંપનીએ હવે કહ્યું છે કે આ કારનું 20 હજારથી વધુ બુકિંગ થઈ ગયું છે. કિયા સિરૉસની ડિલિવરી ફેબ્રુઆરીના મધ્યથી શરૂ થઈ ગઈ છે અને તેની કિંમત 9 લાખ રૂપિયાથી 17 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે.
બે પાવરટ્રેન ઓપ્શન સાથે આવે છે આ કાર
કિયા સિરૉસ બજારમાં પેટ્રોલ અને ડીઝલ બંને પાવરટ્રેન સાથે ઉપલબ્ધ છે. આ બંને એન્જિન સાથે મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો આપવામાં આવ્યા છે. કંપનીની આ કાર 1.0-લિટર, 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જે 120 hp પાવર અને 172 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ડીઝલ પાવરટ્રેન માટે આ કાર 1.5-લિટર, 4-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે. આ એન્જિન 116 hp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારનું સ્ટાન્ડર્ડ મોડેલ 6-સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સથી સજ્જ છે.
Kia Syros માં મળે છે આ ફિચર્સ
કિયા સિરૉસની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, આ કારના સેન્ટર કન્સૉલમાં બે 12.3-ઇંચ ડિસ્પ્લે છે, જેમાંથી એક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે છે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે છે. આ કાર પેનોરેમિક સનરૂફ, ડ્રાઇવર માટે પાવરવાળી સીટ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે. સલામતી માટે, આ કિયા કારમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર, 360-ડિગ્રી કેમેરા અને લેવલ 2 ADAS ની સુવિધા પણ છે.
પેટ્રોલ વેરિઅન્ટમાં આ કારના બેઝ મૉડેલ HTK ની કિંમત 9 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે, જે મેન્યૂઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. ડીઝલ વેરિઅન્ટમાં તેના બેઝ મોડેલ HTK(O) ની કિંમત મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 11 લાખ રૂપિયા છે. પેટ્રોલ એન્જિનવાળા આ વેરિઅન્ટ HTK(O) ની કિંમત 10 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો
4 સેકન્ડથી પણ ઓછા સમયમાં 100 kmph ની સ્પીડ, Porsche ની આ ઇલેક્ટ્રિક કાર છે સૌથી ફાસ્ટ EV
Car loan Information:
Calculate Car Loan EMI