Tata Altroz:  ટાટા મોટર્સે ભારતમાં તેની  Altroz ​​i CNG લોન્ચ કરી છે. આ કારની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.  તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 7.55 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જે તેના ટોપ મોડલ માટે 10.55 લાખ રૂપિયા સુધી જાય છે. CNG વેરિઅન્ટ્સ પેટ્રોલ  કરતાં લગભગ રૂ  95,000 મોંઘી છે. આ CNG કારને કુલ છ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. 


કિંમત કેટલી છે ?


અહીં અમે તમને નવી Tata Altroz ​​iCNG ની વેરિઅન્ટ મુજબની કિંમતો જણાવવા જઈ રહ્યા છીએ, જો કે આ કિંમતો પ્રારંભિક ઓફરનો ભાગ છે.


વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત


Tata Altroz ​​XE CNG વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.55 લાખ રુપિયા છે.  Altroz ​​XA CNG વેરિયન્ટની કિંમત રૂ. 8.40 લાખ, Tata Altroz ​​XM+ (S) CNG વેરિઅન્ટની કિંમત રૂ. 8.85 લાખ, Altroz ​​XZ CNG વેરિઅન્ટની કિંમત રૂ. 9.53 લાખ, (S) CNG વેરિઅન્ટ માટે Altroz ​​XZ+ 10.03 લાખ અને Altroz ​​XZ+ O (S) CNG વેરિઅન્ટ માટે રૂ. 10.55 લાખ. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ દિલ્હી છે.


ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજીથી સજ્જ


કંપનીએ યુનિક ડ્યુઅલ-સિલિન્ડર ટેક્નોલોજી સાથે અલ્ટ્રોઝ CNG તૈયાર કર્યું છે. એટલે કે અન્ય કારમાં મળેલા એક મોટા સીએનજી સિલિન્ડરની જગ્યાએ બે નાના સિલિન્ડર આપવામાં આવ્યા છે, જે બુટની નીચે મૂકવામાં આવ્યા છે. આ બૂટ સ્પેસની ઉપયોગિતા જાળવી રાખે છે અને પૂરતી જગ્યા પૂરી પાડે છે.


ફીચર્સ


Tata Altroz ​​CNG પરના ફીચર્સમાં વૉઇસ સક્ષમ ઇલેક્ટ્રિક સનરૂફ, ઇનબિલ્ટ એર-પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જર અને લેધર સીટનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ આ મહિનાની શરૂઆતમાં પેટ્રોલ/ડીઝલ અલ્ટ્રોઝમાં પણ ઉમેરવામાં આવી હતી.  પરંતુ અપડેટેડ મોડલની કિંમતો હજુ જાહેર કરવામાં આવી નથી.


પાવરટ્રેન


Altroz ​​iCNGમાં  1.2-લિટર રેવોટ્રોન થ્રી-સિલિન્ડર NA પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરે છે, જે CNG મોડમાં 73.5 PS પાવર અને 103 Nm ટોર્ક જનરેટ  કરવામાં સક્ષમ છે. આ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.


મારુતિ સુઝુકી બલેનો CNG સાથે સ્પર્ધા


આ Tata Altroz ​​CNG કાર મારુતિ સુઝુકીની બલેનો CNG સાથે સ્પર્ધા કરશે, જેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનને CNG કિટ સાથે જોડવામાં આવ્યું છે.         


Car loan Information:

Calculate Car Loan EMI