Tata Cars Price Increased: સ્વદેશી ઓટોમોબાઈલ કંપની ટાટાએ તેના વાહનોની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ટાટાના વાહનોની કિંમતમાં વિવિધ મોડલ અને વેરિઅન્ટ્સ અનુસાર મહત્તમ રૂ. 17,000 સુધીનો વધારો થયો છે. ચાલો જોઈએ કે ટાટાએ કયા મોડલની કેટલી કિંમતોમાં વધારો કર્યો છે.


જો આપણે મોડલ પ્રમાણે કિંમતોમાં થયેલા વધારા પર નજર કરીએ તો ટાટાની Tiago, Tiago NRG અને Tigorના તમામ વેરિયન્ટની કિંમતમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે. તેમજ હેરિયર અને પંચની વર્તમાન કિંમતમાં 10,000 રૂપિયા સુધીનો વધારો થયો છે. Tata Altroz ​​હવે 12,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. બીજી તરફ પાવરફુલ SUVની વાત કરીએ તો હવે Safari માટે 15,000 રૂપિયા સુધીનો વધુ ખર્ચ કરવો પડશે. ઉપરાંત, સૌથી વધુ વેચાતી Tata SUV Nexonની કિંમતમાં વેરિઅન્ટના આધારે રૂ. 17,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.


તાજેતરમાં નેક્સનનું નવું વેરિઅન્ટ આવ્યું છે


ટાટાએ તાજેતરમાં બજારમાં તેની સૌથી લોકપ્રિય SUV Nexonનું XM + (S) વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જે XM (S) અને XZ + વચ્ચેનું વેરિઅન્ટ છે. જો આ નવા વેરિઅન્ટના ફીચર્સ પર નજર કરીએ તો 4 સ્પીકર સિસ્ટમ સાથે ઓટો હેડલેમ્પ, રિયર એસી વેન્ટ્સ અને રેઈન સેન્સિંગ વાઈપર્સ, 7 ફ્લોટિંગ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કૂલ્ડ ગ્લોવ બોક્સ જેવા તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ SUV કારના પ્રારંભિક પેટ્રોલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9.75 લાખ રૂપિયા છે. ઉપરાંત, તેનું NM+ (S) પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટ 10.40 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે. તે કેલગરી વ્હાઇટ, ડેટોના ગ્રે, ફ્લેમ રેડ અને ફોલીસ ગ્રીન નામના ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.


આ પણ વાંચોઃ


Ola to layoff: Ola 1000 કર્મચારીઓને કાઢી મૂકશે, કંપની હવે માત્ર ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ જ ધ્યાન આપશે


Car loan Information:

Calculate Car Loan EMI