Tata Motors Hikes Prices: કાર અને એસયુવીની સવારી ફરી મોંઘી થવા જઈ રહી છે. દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે જાહેરાત કરી કે કંપની પેસેન્જર વાહનોની કિંમતો વધારવા જઈ રહી છે. કંપનીએ કહ્યું હતું કે 17 જુલાઈ, 2023થી વિવિધ મોડલ અને વેરિઅન્ટની કિંમતોમાં 0.6 ટકાનો વધારો કરવામાં આવશે. ખર્ચમાં વધારાને કારણે કંપનીએ આ બોજ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય કર્યો છે.


વર્ષ 2023માં આ ત્રીજી વખત છે જ્યારે ટાટા મોટર્સે પેસેન્જર વ્હીકલની કિંમતોમાં વધારો કર્યો છે. અગાઉ, કંપનીએ 1 ફેબ્રુઆરી અને 1 મેથી કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. 17 જૂલાઈથી આ વધારો ICE અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બંન્ને પર લાગુ થશે.


જોકે ટાટા મોટર્સે કહ્યું હતું કે 17 જૂલાઇ પહેલા જે કાર ખરીદે છે તેમને વધુ કિંમત ચૂકવવી પડશે નહીં. કંપનીએ કહ્યું હતું કે કંપની 16 જૂલાઈ 2023 સુધીમાં કાર અને SUV બુક કરાવનારા ગ્રાહકોને અને 31 જુલાઈ 2023 સુધીમાં વાહનોની ડિલિવરી લેનારા ગ્રાહકોને પ્રાઇઝ પ્રોટેક્શન આપશે.


કંપનીએ કેમ વધાર્યા ભાવ


ટાટા મોટર્સે કારની કિંમતમાં થયેલા વધારા માટે ભૂતકાળમાં કિંમતમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યું છે. પહેલા કંપની પોતે જ તેનો તમામ બોજ ઉઠાવતી હતી પરંતુ હવે તેનો બોજ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ Tiago, Tigor અને Altrozની કિંમતો વધશે. આ સાથે પંચ, નેક્સોન, હેરિયર અને સફારી જેવી SUVની કિંમતોમાં પણ વધારો કરવામાં આવશે. કિંમતોમાં વધારો મોડલ અને વેરિઅન્ટના આધારે કરવામાં આવશે.


2023માં કિંમતમાં બે વાર વધારો થયો


2023 માં ટાટા મોટર્સે જાન્યુઆરીમાં પ્રથમ વખત કારની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી હતી.  તે સમયે કંપીએ રેગ્યુલેટરી ફેરફારો અને ઇનપુટ કોસ્ટમાં વધારાને કારણ ગણાવ્યું હતું. બીજી વખત કિંમતો વધારવાનો નિર્ણય 1 મે 2023થી લેવામાં આવ્યો હતો.


આ કારણોસર ખરાબ થઈ રહ્યું છે ટોયોટા હાઈરાઈડરનું માર્કેટ


ટોયોટા કિર્લોસ્કર મોટરે 2022 માં  ભારતમાં તેમની મિડ સાઈઝ  એસયૂવી અર્બન ક્રુઝર હાઈરાઈડર લોન્ચ કરી હતી. લોકો આ કારને લોન્ચ કર્યા બાદથી ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શરૂઆતમાં આ કાર માટે બધું જ સારું હતું  પરંતુ હવે ગ્રાહકોને આ કારની ડિલિવરી માટે લાંબી રાહ જોવી પડે છે.  જેના કારણે લોકો હવે તેના અન્ય વિકલ્પો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ કારણે હાઈરાઈડરનું માર્કેટ બગડી રહ્યું છે, પરંતુ સૌથી મોટો ફાયદો મારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારાને મળી રહ્યો છે. કારણ કે આ બંને કાર એક જ પ્લેટફોર્મ પર બનેલી છે.  બંનેની ડિઝાઈન અને લુક એકદમ સમાન છે. બીજી તરફ  ટોયોટાના ઇનોવા હાઇક્રોસ MPVના કેટલાક વેરિઅન્ટનો વેઇટિંગ પિરિયડ 1.5 વર્ષથી વધુ છે. એટલે કે  તમારે આ માટે લાંબો સમય રાહ જોવી પડશે


Car loan Information:

Calculate Car Loan EMI