ભારતીય બજારમાં ટાટા મોટર્સ સૌથી વધુ કાર વેચતી ટોચની કંપનીઓમાંની એક છે. 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં GST સુધારાની જાહેરાત કરી હતી. જે હેઠળ સરકાર હવે નાની કાર પર ટેક્સ ઘટાડવાની તૈયારી કરી રહી છે.

અત્યાર સુધી 1200cc કરતા ઓછા એન્જિન અને 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી કાર પર 28% GST અને 1% સેસ વસૂલવામાં આવતો હતો. હવે પ્રસ્તાવિત ફેરફાર પછી આ ટેક્સ 18% GST અને 1% સેસ બની જશે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ છીએ કે આ ફેરફાર ટાટા નેક્સનની કિંમત પર કેટલી અસર કરશે.

કિંમતમાં કેટલો ફેરફાર થશે ?

હાલમાં, ટાટા નેક્સનની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. હાલમાંકાર પર 28% GST અને 1% સેસ લાગુ પડે છે. જો ટેક્સ 18% GST અને 1% સેસ બને છે તો ટાટા નેક્સનની શરૂઆતની કિંમત લગભગ 7.19 લાખ રૂપિયા એક્સ-શોરૂમ થઈ જશે. જોકે, ઓન-રોડ કિંમતમાં રોડ ટેક્સ, વીમો અને અન્ય ચાર્જ પણ સામેલ હશે, તેથી વાસ્તવિક કિંમત થોડી અલગ હોઈ શકે છે.

ટાટા નેક્સન પાવર અને ફિચર્સ

ટાટા નેક્સન હંમેશા તેના પાવર અને પરફોર્મન્ટ માટે જાણીતી રહી છે. તેમાં 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 120bhp પાવર અને 170Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ડીઝલ વેરિઅન્ટમાં 1.5-લિટર એન્જિન છે, જે 110bhp પાવર અને 260Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

ટાટા નેક્સનના ઈન્ટીરિયરને ખૂબ જ પ્રીમિયમ અને આધુનિક બનાવવામાં આવ્યો છે. તેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે. આ ઉપરાંત, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જિંગ, હાઈટ-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ, ક્રુઝ કંટ્રોલ અને JBL સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ તેમાં હાજર છે.

ટાટા નેક્સનના સેફ્ટી ફિચર્સ

ગ્રાહકોની સલામતી માટે ટાટા નેક્સનમાં કોઈ કસર છોડવામાં આવી નથી. તેમાં 6-એરબેગ્સ, ABS, હિલ-અસિસ્ટ અને 360-ડિગ્રી કેમેરા જેવા અદ્યતન સલામતી સુવિધાઓ છે. આ જ કારણ છે કે આ કારને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સલામતી રેટિંગ પણ મળ્યું છે.

જો તમે પાવરફુલ, સલામત અને ફીચર-લોડેડ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો ઓગસ્ટ 2025 ની આ ઓફર તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ટાટા નેક્સનને પહેલાથી જ દેશમાં નંબર-1 સેફ્ટી SUV માનવામાં આવે છે અને હવે 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ તેને વેલ્યૂ ફોર મની બનાવે છે


Car loan Information:

Calculate Car Loan EMI