નવી દિલ્હી:  ભારતમાં ઈલેક્ટ્રિક કારોની એન્ટ્રી વધી રહી છે. અનેક દિગ્ગજ કાર નિર્માતા કંપનીએ પોતાની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી છે. પરંતુ મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કારની વાત કરીએ તો સૌથી પહેલા Tata Nexon EVનું નામ સામે આવે છે.  ભારતમાં Tata Nexon EVને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે, સસ્તી કિંમત અને મેડ ઈન ઈન્ડિયાની ટેગ. ત્યારે જાણો આ કારના ફિચર્સ વિશે. 


 
ફિચર્સ અને સ્પેશિફિકેશન 



Tata Nexon EVના  ફીચર્સની વાત કરીએ તો તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રિક સનરૂફ, સાત ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ઑટો હેડ લાઇટ્સ, ઑટો રેન-સેન્સિંગ વાઇપર્સ, ઇલેક્ટ્રિક ટેઇલ ગેટ, પાર્ક આસિસ્ટ આપવામાં આવે છે. પૂરી પાડવામાં આવી છે.


પાવર અને સ્પેશિફિકેશનની વાત કરીએ તો  Tata Nexon EVમાં પર્માનેન્ટ મેગ્રેટ AC મોટર આપવામાં આવી છે. જે પાવર આપવા માટે 30.2 kWhની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. જે લિક્વિડ કૂલ્ડ અને IP67 સર્ટિફાઈડ  છે. કારની શરુઆતી કિંમત એક્સ શો રૂમ 14 લાખથી શરુ થાય છે. 



નેક્સન ઈલેક્ટ્રિક કારમાં નવી ઈલેક્ટ્રિક પાવરટ્રેન આપવામાં આવી છે જે 245 Nmની પીક ટોર્ક જનરેટ કરે છે. આ બેટરી પેક વોટર અને ડસ્ટ રેસિસ્ટેન્ટ છે.  Tata Nexon EV માં એક ડેડિકેટિડ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેને 8 વર્ષ સુધી એક્સટેન્ડ  બેટરી લાઈફ માટે ડિઝાઈન કરવામાં આવી છે. જેનાથી કારનું પરફોર્મન્સ જળવાઈ રહેશે. આ એસયૂવીની પાવરટ્રેનને ઉનાળાની સીઝનમાં નોર્મલ ચલવવા માટે કૂલિંગ સર્કિટ આપવામાં આવી છે. 


ચાર્જિંગ ટાઈમ


Tata Nexon EVને ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 60 મિટિમાં 80 ટકા સુધી ચાર્જ કરવામાં આવી શકે છે.   બેટરીને નોર્મલ ચાર્જરથી ફુલ ચાર્જ કરવામાં આઠ કલાકનો સમય લાગે છે. 


એવરેજની વાત કરીએ તો  Nexon EV સિંગલ ચાર્જિંગમાં 312 kmનું અંતર કાપી શકે છે. આ કાર માત્ર 9.9 સેકન્ડમાં 0-100 કિમીની સ્પીડ પકડી શકે છે. 


Car loan Information:

Calculate Car Loan EMI