ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Stryder એ સ્થાનિક બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક સાઇકલ Zeeta Plus લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ બેટરી પેકથી સજ્જ આ ઈલેક્ટ્રિક સાઈકલની પ્રારંભિક કિંમત રૂ. 26,995 નક્કી કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ટૂંકા અંતર માટે દૈનિક ડ્રાઈવ તરીકે આ સાઇકલનો ઉપયોગ આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે.
હાલમાં કંપનીએ તેને પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરી છે જે ફક્ત મર્યાદિત સમય માટે નક્કી કરવામાં આવી છે. ભવિષ્યમાં તેની કિંમત લગભગ રૂ. 6,000 વધી જશે. તે સત્તાવાર સ્ટ્રાઈડર વેબસાઈટ પરથી જ વેચાઈ રહી છે. નવા લોન્ચ વિશે વાત કરતા સ્ટ્રાઈડરના બિઝનેસ હેડ રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "સાઇકલિંગ ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી તરીકે દેશમાં વૈકલ્પિક ગતિશીલતાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અમારો પ્રયાસ છે."
કેવી છે Stryder Zeeta Plus
ઈલેક્ટ્રિક સાઈકલ ઉચ્ચ ક્ષમતાવાળી 36-V/6 Ah બેટરી સાથે આવે છે જે 216 Wh પાવર જનરેટ કરે તેવો દાવો કરાઇ રહ્યો છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ સાઇકલ તમામ પ્રકારની રસ્તાની સ્થિતિમાં આરામદાયક રાઈડની સુવિધા આપે છે. સ્ટ્રાઈડર Zeeta પ્લસ Zeeta ઈ-બાઈક કરતાં મોટી બેટરી પેક સાથે આવે છે.
Stryder Zeeta Plus
પેડલ વિના તેની મહત્તમ ઝડપ 25 કિમી પ્રતિ કલાક છે. એક જ ચાર્જમાં આ ઇલેક્ટ્રિક સાઇકલ પેડલ આસિસ્ટ સાથે 30 કિમી સુધીની રેન્જ આપે છે. તેની બેટરીને ફુલ ચાર્જ થવામાં માત્ર ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. સ્ટ્રાઈડર Zeeta પ્લસ સ્ટીલ હાર્ડટેલ ફ્રેમ પર બનેલ છે જે સ્મૂધ અને કન્ટેમ્પરરી ડિઝાઈન ધરાવે છે. તે બંને છેડે શક્તિશાળી ઓટો-કટ બ્રેક્સ અને ડિસ્ક બ્રેક્સથી સજ્જ છે.
10 પૈસા પ્રતિ કિમી ચાલશે
કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક સાઈકલની રનિંગ કિંમત માત્ર 10 પૈસા પ્રતિ કિમી છે જે બેટરી ચાર્જ કરવા માટે વપરાયેલી વીજળીના આધારે છે. 250W BLDC ઈલેક્ટ્રિક મોટરથી સજ્જ, સાઈકલમાં સ્ટીલથી બનેલા MTB પ્રકારનું ઓવરસાઈઝ હેન્ડલબાર અને SOC ડિસ્પ્લે પણ છે. તેના ડિસ્પ્લે પર બેટરી રેન્જ, સમય વગેરે જેવી ઘણી માહિતી જોવા મળશે.
કંપની બેટરી પેક અને મોટર પર 2 વર્ષની વોરંટી અને સ્ટ્રાઈડર Zeeta Plus ઇલેક્ટ્રિક સાઇકલની ફ્રેમ પર આજીવન વોરંટી આપી રહી છે. તેની પેલોડ ક્ષમતા લગભગ 100 કિગ્રા છે. તેમાં વોટર રેઝિસ્ટન્ટ (IP67) બેટરી છે. સ્ટ્રાઈડર પાસે તેના પોર્ટફોલિયોમાં વિવિધ કિંમતના સેગમેન્ટમાં ઘણી વધુ ઈલેક્ટ્રિક સાઈકલ છે, જે દેશમાં 4,000થી વધુ રિટેલ સ્ટોર્સ દ્વારા વેચાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI