2023 Tata Safari Facelift Diesel Automatic Review:  ટાટા મોટર્સની ટાટા સફારી એક શાનદાર એસયૂવી કાર છે. ખાસ કરીને ફર્સ્ટ જનરેશનમાં ખૂબ જ પોપ્યૂલર થયા બાદથી અત્યારથી સુધી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.  નવી સફારીએ પ્રીમિયમ થ્રી-રો એસયુવી હોવાના સંદર્ભમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. ટાટા મોટર્સે સ્પર્ધા વધારવા માટે અગાઉ સફારીને રેડ ડાર્ક એડિશન સાથે અપડેટ કરી હતી પરંતુ આ અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર છે અને તેને વધુ પ્રીમિયમ દિશામાં લઈ જાય છે. ચાલો જાણીએ કેવી છે આ એસયૂવી કાર.


ડિઝાઇન


ટાટાની નવી સફારી હવે વધુ આક્રમક દેખાય છે. સફારી વધુ બોક્સી અને સ્ટ્રેટ છે અને હેરિયરના મુકાબલે તેમાં વધુ સીધી રેખાઓ  છે, જ્યારે  ફુલ વાઈડ એલઈડી લાઇટિંગ સાથે નવો લૂક રંગીન ગ્રિલ ઇન્સર્ટ સાથે પ્રીમિયમ ટચ ઉમેરે છે. તેમાં મોટા 19-ઇંચ વ્હીલ્સ તેમજ ડ્યુઅલટોન ડિઝાઇન છે. થર્ડ રોને એડજસ્ટ કરવા માટે મૂળ બોક્સી રુફને  હજુ પણ આપવામાં આવી છે, પરંતુ પાછળના ભાગમાં નવી LED લાઇટિંગ છે.  જેમાં તમે ઘણા કલર કોમ્બિનેશનની  લાઇટિંગને ચલાવી શકો છો. 



 


ઈન્ટીરિયર


અંદર એક તદ્દન નવી કેબિન છે, જે ખૂબ જ આકર્ષક છે. વ્હાઈટ અપહોલ્સ્ટરી અને નવું 4-સ્પોક સ્ટીયરિંગ ફિનિશિંગના મામલે ટોપ ક્લાસ છે, જો કે તેને સ્વચ્છ રાખવું મુશ્કેલ  કામ હશે. નવા ડિજિટલ ઈન્ટરફેસને 12.3-ઈંચની મોટી ટચસ્ક્રીન અને નવા 10.25 ઈંચના ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જોડવામાં આવ્યું છે. ઓર્ટિફિશિયલ  વુડન ટ્રીમ અને  લાઈનો તેને એક ક્લાસ ટચ આપે છે જે કેબિનના  એક્સપીરિયન્સને ખૂબ જ શાનદાર બનાવે છે. અમે ટાટાની કારમાં અત્યાર સુધીનુ સૌથી સારી ફિટ અને ફિનિશ જોયુ છે. 



તેમાં એડેપ્ટિવ મૂડ લાઇટિંગ, એક બેઝલ એરિયા રિએક્શન મોડ સિલેક્ટર અને વધુ સારી રીતે ડિઝાઇન કરેલ નવું ઇ-શિફ્ટર છે. ફીચર લિસ્ટ ઘણું મોટું છે અને તેમાં ADAS, ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, ડ્યુઅલ પાવર્ડ સીટ, JBL ઓડિયો, 360 ડિગ્રી કેમેરા, 7 એરબેગ્સ અને નવા ADAS ફીચર્સ સહિત હેરિયર જેવી જ સુવિધાઓ મળે છે. પાછળની સીટ પર વધુ ફોકસ કરવામાં આવે છે, કેપ્ટન સીટ ઘણી મોટી છે અને મેન્યુઅલી ઘણું એડજસ્ટમેન્ટ ઓફર કરે છે. તમે આગળની પેસેન્જર સીટને પાછળથી ઇલેક્ટ્રિકલી એડજસ્ટ કરી શકો છો અને બીજી હરોળમાં પણ વેન્ટિલેટેડ સીટ મળે છે, જે લક્ઝરી એસયુવીમાં પણ નથી મળતી. થર્ડ રોની સીટો  સુધી પહોંચવુ થોડુ મુશ્કેલ છે, પરંતુ ત્યાં સારી જગ્યા છે.




ડ્રાઇવિંગ એક્સપિરીયન્સ


તેમાં  એ જ 2.0 લિટર ડીઝલનો  શિફ્ટ-બાય-વાયર 6-સ્પીડ ઓટોમેટિક સાથે જોડાયેલ છે જે અગાઉના ગિયર સિલેક્ટરમાં જોવા મળ્યું હતું. ત્યાં કોઈ AWD નથી પરંતુ તે ટેરેન રિસ્પોન્સ મોડ મેળવે છે. ડ્રાઇવ મોડ્સ પણ છે જ્યારે નવું ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ પણ એક મોટું અપડેટ છે. તેને ઓપરેટ કરવું એકદમ સરળ છે. અગાઉની સફારીની તુલનામાં નવું ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ ડાયરેક્ટ, લાઇટ અને ઓપરેટ કરવામાં ખૂબ જ સરળ છે. તેનો ડ્રાઇવિંગ અનુભવ ઘણો લાજવાબ છે. 6-સ્પીડ ઓટોમેટિક પણ ખૂબ જ સારી રીતે કામ કરે છે અને તે  ખૂબ જ રિસ્પોન્સિવ  છે જ્યારે પેડલ શિફ્ટર પણ હાઇવે પર એક મજાનો અનુભવ કરાવે છે. 



જો કે, ડ્રાઇવિંગ પોઝીશન હજુ પણ એ જ છે  અને ડ્રાઇવરના ઘૂંટણ  સેન્ટ્રલ કન્સોલ સાથે અથડાય છે અને ડ્રાઇવરનું ફૂટવેલ નાનું છે. તેનું ડીઝલ એન્જિન અન્ય વાહનો કરતાં વધુ અવાજ કરે છે. પરંતુ  હાર્ડ સસ્પેન્શનને કારણે  ખરાબ રસ્તાઓ પર પણ સરળતાથી ચલાવી શકાય છે. તે હવે લગભગ લેન્ડ રોવર જેવી લાગે છે, જે સારી બાબત છે.



 
નવી સફારી હવે એક સસ્તી થ્રી રો  પ્રીમિયમ SUV છે, ખાસ કરીને તેના દેખાવ અને વધુ સુવિધાઓને કારણે તેના હરીફોને પાછળ રાખી દે છે અને જગ્યા/આરામ સાથે શાનદાર ડ્રાઇવિંગનો અનુભવ આપે છે. જો કે પેટ્રોલ અથવા AWD ચોક્કસપણે ખૂટે છે, ડીઝલ થ્રી રો  SUVના રુપમાં જો તમે  કિંમતની દ્રષ્ટિએ જુઓ તો તે હવે તેના સેગમેન્ટમાં શ્રેષ્ઠ છે.


Car loan Information:

Calculate Car Loan EMI