tata sierra ev awd launch: ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે, ત્યારે ટાટા મોટર્સ પોતાની આઇકોનિક કાર 'સીએરા'ને EV અવતારમાં લાવવા જઈ રહી છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ, ફાઇનલી ટાટા સીએરા EV (Tata Sierra EV) લોન્ચ થવાની તૈયારીમાં છે. આ નવી SUV નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરમાં એટલે કે આવતા વર્ષે તહેવારોની સિઝન પહેલા માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કારમાં પાવરફુલ AWD સિસ્ટમ અને 500 કિલોમીટર સુધીની શાનદાર રેન્જ મળશે. માર્કેટમાં તેને ટાટા કર્વ EV અને હેરિયર EV ની વચ્ચે પ્લેસ કરવામાં આવશે.
પાવરફુલ AWD સિસ્ટમ અને ડ્યુઅલ મોટર
આ ઈલેક્ટ્રિક કારના ખાસ ફીચર્સની વાત કરીએ તો, ટાટા હેરિયર EV પછી સીએરા EV ટાટાની બીજી એવી ઇલેક્ટ્રિક SUV હશે જેમાં AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમનો ઓપ્શન મળશે. AWD મોડેલમાં ડ્યુઅલ-મોટર સેટઅપ આપવામાં આવશે, જે તેને ખાડાટેકરાવાળા રસ્તાઓ, પહાડી વિસ્તારો અને હળવા ઓફ-રોડિંગ માટે એકદમ બેસ્ટ બનાવશે. જોકે, ડ્યુઅલ મોટર હોવાને કારણે પાવર વધશે પણ કારની રેન્જમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
બેટરી પેક અને શાનદાર રેન્જ
ગ્રાહકો માટે સૌથી મોટો સવાલ એ હોય છે કે રેન્જ કેટલી મળશે? કંપની નવી સીએરા EV ને બે બેટરી પેક વિકલ્પો સાથે મેદાનમાં ઉતારી શકે છે:
55 kWh બેટરી પેક: રેગ્યુલર વપરાશ માટે.
65 kWh બેટરી પેક: લાંબા અંતરની મુસાફરી માટે.
અહેવાલો મુજબ, 65 kWh ના મોટા બેટરી પેક સાથે સિંગલ-મોટરવાળું મોડેલ રસ્તા પર આશરે 500 કિલોમીટરની રિયલ-વર્લ્ડ રેન્જ આપશે તેવી આશા છે. જ્યારે AWD ડ્યુઅલ-મોટર વર્ઝનમાં પિક-અપ જબરદસ્ત હશે, પરંતુ તેની રેન્જ સિંગલ મોટર કરતા થોડી ઓછી રહી શકે છે.
આ પણ વાંચોઃ ફૂલ ટેન્ક પર 1,000 કિમી ચાલશે BYDની નવી હાઇબ્રિડ SUV! ફીચર્સ જાણીને હોશ ઉડી જશે!
ભવિષ્યવાદી ડિઝાઇન અને ફીચર્સ
ડિઝાઇનની વાત કરીએ તો, સીએરા EV નો લુક જૂના પેટ્રોલ-ડીઝલ મોડેલો કરતા એકદમ અલગ અને આધુનિક હશે. તેમાં કોન્સેપ્ટ મોડેલ જેવી જ ક્લોઝ્ડ ફ્રન્ટ ગ્રિલ ડિઝાઇન જોવા મળશે, જે તેને ફ્યુચરિસ્ટિક લુક આપશે. કારના ઇન્ટિરિયરમાં પણ ઘણા પ્રીમિયમ ફેરફારો થશે, જોકે એવું માનવામાં આવે છે કે EV વર્ઝનમાં કદાચ ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ ન પણ મળે. કિંમતના મામલે આ કાર પ્રીમિયમ સેગમેન્ટમાં આવશે, પરંતુ તે હેરિયર EV કરતા થોડી સસ્તી હશે.
માર્કેટમાં કોની સાથે થશે ટક્કર?
ભારતીય બજારમાં લોન્ચ થયા પછી, મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં ટાટા સીએરા EV ની સીધી ટક્કર નીચે મુજબની શાનદાર કારો સાથે થશે:
Hyundai Creta EV
Mahindra BE 6
MG ZS EV
Maruti Suzuki e-Vitara
આ પણ વાંચોઃ પેટ્રોલ ₹3 મોંઘુ થાય તો શું? ટેન્શન છોડો, ₹5 લાખના બજેટમાં આ કાર્સ આપશે બેસ્ટ માઈલેજ
Car loan Information:
Calculate Car Loan EMI