Tata Sierra vs Hyundai Creta: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં હવે મહાજંગ જામ્યો છે. માર્કેટ લીડર ગણાતી હ્યુન્ડાઈ ક્રેટાને સીધી ટક્કર આપવા માટે ટાટા મોટર્સે પોતાની આઈકોનિક અને નવી 'ટાટા સીએરા' (Tata Sierra) મેદાનમાં ઉતારી દીધી છે. જો તમે પણ નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને આ બંને વિકલ્પો વચ્ચે મૂંઝવણમાં હોવ, તો આ સરખામણી તમારા માટે કામની છે. કિંમતની દ્રષ્ટિએ ક્રેટાનું બેઝ મોડેલ થોડું સસ્તું છે, પરંતુ ફીચર્સ, લુક અને ટેકનોલોજીના મામલે સીએરા બાજી મારી જાય તેવું લાગે છે. ચાલો બંને ગાડીઓની ખૂબીઓ વિશે વિગતે જાણીએ.
ભારતમાં SUV નો ક્રેઝ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. હ્યુન્ડાઇ ક્રેટા લાંબા સમયથી આ સેગમેન્ટમાં એકચક્રી શાસન કરી રહી છે અને તે એક વિશ્વસનીય નામ બની ગયું છે. જોકે, ટાટા મોટર્સે હવે સીએરાના નવા અવતાર સાથે સ્પર્ધામાં ગરમાવો લાવી દીધો છે. સીએરાને કંપનીએ પ્રીમિયમ લુક અને અત્યાધુનિક સુવિધાઓ સાથે લોન્ચ કરી છે. ગ્રાહકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બજેટ અને જરૂરિયાત મુજબ કઈ ગાડી પસંદ કરવી?
સૌથી પહેલા વાત કરીએ ભારતીય ગ્રાહકો માટે સૌથી મહત્વના પાસા એટલે કે કિંમતની. જો તમારું બજેટ ટાઈટ હોય અને તમે શરૂઆતી મોડેલ લેવા માંગતા હોવ, તો હ્યુન્ડાઈ ક્રેટા બાજી મારી જાય છે. ક્રેટાની એક્સ-શોરૂમ કિંમત ₹10.73 લાખથી શરૂ થાય છે, જ્યારે ટાટા સીએરાની શરૂઆત ₹11.49 લાખથી થાય છે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. જો તમે ટોપ મોડેલ લેવા માંગતા હોવ, તો સીએરા સસ્તી પડે છે. સીએરાનું ટોપ વેરિઅન્ટ ₹18.49 લાખનું છે, જ્યારે ક્રેટાનું ટોપ મોડેલ ₹20.20 લાખ સુધી પહોંચે છે.
ઈન્ટિરિયર અને કેબિનની વાત કરીએ તો ટાટા સીએરા સાવ અલગ જ લીગમાં દેખાય છે. ટાટાનો દાવો છે કે આ તેમનું અત્યાર સુધીનું સૌથી પ્રીમિયમ ઈન્ટિરિયર છે. સીએરામાં આપવામાં આવેલું 'ટ્રિપલ સ્ક્રીન સેટઅપ' તેને આ સેગમેન્ટમાં સૌથી યુનિક બનાવે છે, જેની સામે ક્રેટામાં ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ મળે છે. લુકને વધુ દમદાર બનાવવા માટે સીએરામાં 19-ઈંચના મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે તેને રસ્તા પર મજબૂત અને પ્રીમિયમ લુક આપે છે.
આરામ અને ટેકનોલોજીના મોરચે પણ સીએરા થોડી આગળ નીકળતી દેખાય છે. મ્યુઝિક પ્રેમીઓ માટે તેમાં 12-સ્પીકરની JBL સાઉન્ડ સિસ્ટમ છે, જે શાનદાર અનુભવ આપે છે. આ ઉપરાંત મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઈટિંગ અને ફ્રન્ટ સીટમાં બહેતર થાઈ સપોર્ટ (સાથળનો સપોર્ટ) તેને લક્ઝુરિયસ બનાવે છે. બીજી તરફ, હ્યુન્ડાઇ ક્રેટા ફેમિલી કાર તરીકે જાણીતી છે, જે રોજિંદા વપરાશમાં આરામદાયક ડ્રાઈવિંગ અને સીટિંગ કમ્ફર્ટ પૂરો પાડે છે.
ડિઝાઇનની દ્રષ્ટિએ બંને ગાડીઓનો ચાહક વર્ગ અલગ છે. નવી ટાટા સીએરામાં જૂની સીએરાની યાદ અપાવતી ઝલક છે પણ તે એકદમ મોર્ડન અવતારમાં છે. તેની ડિઝાઇન વિશિષ્ટ છે અને રસ્તા પર લોકોનું ધ્યાન ખેંચે છે. જ્યારે ક્રેટાની ડિઝાઇન ફ્યુચરિસ્ટિક અને આધુનિક છે.
Car loan Information:
Calculate Car Loan EMI