Tata Tiago CNG: જો તમે ઓછા બજેટમાં એવી કાર શોધી રહ્યા છો, જે શહેરમાં સરળતાથી ચલાવી શકાય અને સાથે ફિચર્સ તથા સેફ્ટીની બાબતમાં પણ સારી હોય, તો Tata Tiago એક શાનદાર વિકલ્પ બની શકે છે. આ કાર લાંબા સમયથી ઓટો માર્કેટમાં ઉપલબ્ધ છે અને તેની પોસાય તેવી કિંમત, કોમ્પેક્ટ સાઈઝ તથા સારા ફિચર્સ માટે જાણીતી છે.

Continues below advertisement

 

Continues below advertisement

તમારા માટે ખાસ વાત એ છે કે આ કાર ખરીદવા માટે પૂરેપૂરું પેમેન્ટ એકસાથે આપવું જરૂરી નથી. તેને એકસાથે રોકડ ચૂકવવાને બદલે લોન અને EMI દ્વારા પણ ખરીદી શકાય છે. એવામાં જો ગ્રાહક 20 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરે, તો દર મહિને કેટલો EMI આવશે તે જાણવું જરૂરી છે.

આ પણ વાંચો...Nexon નું વધશે ટેન્શન? આવી રહી છે Volkswagen ની સસ્તી SUV

કેટલી ઓન-રોડ કિંમત પર મળશે Tiago CNG?

Tata Tiago CNG ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 5.79 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. કારની ઓન-રોડ કિંમત શહેર, RTO, ઈન્સ્યોરન્સ અને અન્ય ચાર્જિસ મુજબ વધી જાય છે. આ ગાડીની ઓન-રોડ કિંમત આશરે 6.50 લાખ રૂપિયા થાય છે.

જો તમે આ CNG કાર ખરીદવા માટે માત્ર 20 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, તો 9.8 ટકા વ્યાજ દર લેખે તમને 4 વર્ષ માટે દર મહિને 16,168 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. આ સિવાય 5 વર્ષના પ્લાન પર 13,353 રૂપિયા અને 6 વર્ષ માટે દર મહિને 11,790 રૂપિયાનો EMI આવશે.

જો તમે સમયગાળો વધુ વધારવા માંગો છો, તો આ ગાડી 7 વર્ષ માટે પણ કાર લોન પર ખરીદી શકો છો. આ સ્થિતિમાં તમારે 9.8 ટકા વ્યાજ દર મુજબ દર મહિને 10,557 રૂપિયા મંથલી EMI તરીકે આપવાના રહેશે.

ધ્યાનમાં રાખવું જરૂરી છે કે EMIનો આ આંકડો એક ઉદાહરણ તરીકે આપવામાં આવ્યો છે. ગાડીનો વાસ્તવિક EMI બેંકના વ્યાજ દર, લોનનો સમયગાળો, પ્રોસેસિંગ ફી, ગ્રાહકના ક્રેડિટ પ્રોફાઈલ (સિબિલ સ્કોર) અને કારની ઓન-રોડ કિંમતના આધારે અલગ હોઈ શકે છે. તેથી કાર ખરીદતા પહેલા બેંક અને ડીલર પાસેથી ફાઈનલ લોન એમાઉન્ટ અને EMIની માહિતી ચોક્કસ મેળવી લેવી જોઈએ.

ગાડીના ફિચર્સ અને કેબિન

Tata Tiago ને કંપનીએ કોમ્પેક્ટ હેચબેક તરીકે ડિઝાઈન કરી છે. તેનું કદ એવું છે કે ટ્રાફિક અને સાંકડી ગલીઓમાં તેને ડ્રાઈવ કરવી સરળ બને છે. કારની ડિઝાઈનમાં સ્ટાઇલિશ ફ્રન્ટ ગ્રીલ, શાર્પ હેડલેમ્પ, સ્પોર્ટી બમ્પર અને આકર્ષક ટેલલેમ્પ જેવા એલિમેન્ટ્સ મળે છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે.

કેબિનની વાત કરીએ તો તેમાં મોર્ડન ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, Android Auto અને Apple CarPlay જેવા ફિચર્સ શામેલ છે. આ કારમાં પાંચ લોકો સરળતાથી બેસી શકે છે.

સેફ્ટી માટે ગાડીમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ અને રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા ફિચર્સ મળે છે. આ સિવાય 360-ડિગ્રી કેમેરા, હિલ હોલ્ડ આસિસ્ટ અને ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ પણ આપેલા છે.

Tata Tiago માં 1.2 લીટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. આ સિવાય કંપની CNG વેરિઅન્ટ પણ ઓફર કરે છે. પેટ્રોલ મોડલની માઈલેજ આશરે 19-20 કિલોમીટર પ્રતિ લીટર અને CNG મોડલની માઈલેજ આશરે 26-28 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધી હોવાનો દાવો કરાયો છે.


Car loan Information:

Calculate Car Loan EMI