નવી દિલ્હીઃ અમેરિકન દિગ્ગજ ઓટો કંપની ટેસ્લાની ભારતમાં કાર લૉન્ચિંગને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. ખરેખરમાં કંપનીના સીઇઓ એલન મસ્કે જાહેરાત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં ટેસ્લાની કાર ભારતમાં એન્ટ્રી કરી શકે છે. વળી આ વાત પર મહોર ત્યારે લાગી જ્યારે ટેસ્લાની કારને ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી. ટેસ્લાની એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર Model 3 ટેસ્ટિંગ દરમિયાન દેખાયુ છે. વળી, હવે આના Model Y ભારતના રસ્તાંઓ પર દોડતુ દેખાયુ છે, જેનાથી જાણી શકાય છે કે આ કારો આ વર્ષે ભારતમાં એન્ટ્રી કરી શકે છે.
આવી છે ડિઝાઇન-
ટેસ્લાના Model Y કંપનીના Model 3ના સામાન પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. આ બન્ને ડિઝાઇન મળતી આવે છે. જેનામાં ફ્રન્ટ એન્ડ પર એલઇડી હેડલાઇટ્સ, ઇન્ટીગ્રેટેડ ડીઆરએલ સામેલ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સાથે જ Model Yનુ ફ્રન્ટ બમ્પર મૉડલ 3ની સરખામણીમાં થોડો વધુ ફ્લેટ અને સ્પૉર્ટિયર છે. વળી Model Yની સાઇડમાં સમાન ફ્રીઝની સાથે સાથે એલૉય વ્હીલ આપવામા આવેલા છે.
મળશે આ ફિચર્સ પણ-
Model Yમાં 15 ઇંચની એક મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં તમામ ફિચર્સ માટે કન્ટ્રૉલ સામેલ છે. આ ઉપરાંત અન્ય ફિચર્સમાં ઇલેક્ટ્રિક એડઝસ્ટમેન્ટ ફ્રન્ટ સીટ્સ, હીટેડ ફ્રન્ટ અને રિયર સીટ્સ, એક હાઇ ક્વૉલિટી વાળુ 14-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, HEPA એર ફિલ્ટ્રેશન સિસ્ટમ સામેલ છે. ખાસ વાત છે કે Tesla Model Yના 5-સીટની સાથે સાથે 7-સીટ કન્ફિગર કરી શકો છો.
આ છે ટૉપ સ્પીડ-
ટેસ્લાની આ કારની સ્પીડ 217 kmph છે. આ માત્ર 4.8 સેકન્ડમાં 0-96 kmphની સ્પીડ પકડી શકે છે. સાથે જ Model Yની બેટરી પેક સિંગલ ચાર્જ કરવા પર લગભગ 525 કિમીની રેન્જ આપે છે, એટલે કે એકવાર ચાર્જ કરવાથી તમે એક શહેરથી બીજા શહેરમાં આરામથી જઇ શકો છો.
Car loan Information:
Calculate Car Loan EMI