Tesla Electric Cars in India : ટેસ્લા, વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક, ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપવા માટે આ વર્ષના અંત સુધીમાં એક સાઇટ પસંદ કરે તેવી અપેક્ષા છે. કંપનીના સીઈઓ ઈલોન મસ્કના જણાવ્યા અનુસાર, આ વર્ષના અંત પહેલા સ્થળની પસંદગી કરવામાં આવશે. હાલમાં જ મસ્કે આ બાબતનો સંકેત આપ્યો છે. એક વર્ષ પહેલા મસ્કે ભારતમાં તેના વાહનોના વેચાણ અંગેની તેમની યોજના મુલતવી રાખી હતી. હવે આ નિર્ણયમાં ફેરફાર ત્યારે જોવા મળ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસો બાદ અમેરિકાના પ્રવાસે જવાના છે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ઈલોન મસ્કને ટેસ્લાની ભારત માટેની યોજના વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં મસ્કે હા પાડી હતી. તાજેતરમાં ટેસ્લાની એક ટીમ ભારતની બે દિવસની મુલાકાતે આવી હતી, જે દરમિયાન તેઓએ ભારત સરકારના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. જો કે, નવી દિલ્હીએ ટેસ્લા સામે મેક ઇન ઇન્ડિયાની તર્જ પર તેના વાહનોનું ઉત્પાદન કરવાની શરત મૂકી હતી. જેના પર ટેસ્લા હજુ તૈયાર નહોતું. પરંતુ હવે તે ટૂંક સમયમાં ભારત આવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરના નિવેદન અનુસાર, ટેસ્લા ભારતમાં તેના વાહનોના વેચાણ અને ઉત્પાદનને લઈને ખૂબ જ ગંભીર છે.
થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે ટેસ્લાને ભારતમાં તેના ઇલેક્ટ્રિક વાહનો વેચવા માટે પ્લાન્ટ સ્થાપવાની સલાહ આપી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ટેસ્લાને ભારતમાં આવવા માટે આવકાર આપ્યો છે, પરંતુ શરત એ રહેશે કે કંપની તેના વાહનોનું ઉત્પાદન ભારતમાં જ કરશે, અને ચીનમાંથી બનેલા વાહનો ભારતમાં વેચશે નહીં. પરંતુ ત્યાર બાદ ઈલોન મસ્કે તેમની યોજના રદ કરી હતી અને કહ્યું હતું કે, ટેસ્લા એવી કોઈ પણ જગ્યાએ તેનો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે નહીં જ્યાં તેને પહેલા તેના વાહનો વેચવાની મંજૂરી આપવામાં આવી નથી.
Billionaires List: એલન મસ્ક ફરી બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, અર્નાલ્ટને પછાડી હાંસલ કર્યું નંબર વન સ્થાન
વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં ઉછાળા સાથે કુલ નેટવર્થ વધીને 187 બિલિયન ડોલર થઈ ગઈ છે. અત્યાર સુધી નંબર વન ખુરશી પર બેઠેલા ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટ 185 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરે પહોંચી ગયા છે.
નેટ વર્થ એક જ દિવસમાં આટલી વધી ગઈ
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 24 કલાકની અંદર મસ્કની સંપત્તિમાં 6.98 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે. આ સાથે તેમણે ફરી એકવાર નંબર વનનું સ્થાન કબજે કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી મસ્કની પ્રોપર્ટીમાં આવેલી તેજીને જોતા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે ટૂંક સમયમાં નંબર વન અમીર બની શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI