Bharat Mobility Expo 2025: ભારત મોબિલિટી એક્સ્પો 2025 શરૂ થવા જઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આવતા વર્ષની શરૂઆતમાં 17 થી 22 જાન્યુઆરી દરમિયાન આ મોટર એક્સ્પો યોજાવા જઈ રહ્યો છે. આ મોટર શોમાં ઘણી કાર અને ટુ-વ્હીલર બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનો સાથે આવવાની છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર (SIAM) એ આ ઓટો એક્સપોમાં ભાગ લેનારી બ્રાન્ડ્સની યાદી બહાર પાડી છે. આ ઈવેન્ટમાં 34 બ્રાન્ડ્સ આવવાની છે, જે અત્યાર સુધી મોટર એક્સપોમાં આવનારી કાર કંપનીઓની સૌથી વધુ સંખ્યા છે.


 ભારત મોબિલિટી એક્સપોની આ 17મી આવૃત્તિ છે. આ મોટર શો દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં યોજાવા જઈ રહ્યો છે. ભારતમાં આ ઓટો એક્સ્પોની શરૂઆત વર્ષ 1986માં કરવામાં આવી હતી.


આ કાર કંપનીઓ ઓટો એક્સપોમાં ભાગ લેશે


ઘણા કાર નિર્માતા ઓટો એક્સ્પો 2025માં આવવાના છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટોયોટા મોટર, હ્યુન્ડાઈ મોટર, કિયા, જેએસડબલ્યુ એમજી મોટર, સ્કોડા અને ફોક્સવેગને પણ આ મોટર શો માટે પોતાના નામ નોંધાવ્યા છે. ઘણી લક્ઝરી કાર બ્રાન્ડ્સ પણ આ મોટર શોનો ભાગ બનવા જઈ રહી છે. આ ઓટો એક્સપોમાં મર્સિડીઝ, BMW અને પોર્શે પણ આવવાના છે. BYD અને VinFastના નામ પણ વિદેશી કંપનીઓની યાદીમાં સામેલ છે, જે ખાસ કરીને પોતાના ઇલેક્ટ્રિક વાહનો લાવવા જઈ રહી છે.                                         


આ કારોને ઓટો એક્સપો 2025માં લોન્ચ કરવામાં આવશે


ભારત મોબિલિટી એક્સપોમાં ઘણા નવા વાહનો પણ લોન્ચ થઈ શકે છે. આ મોટર શોમાં Maruti Suzuki e Vitara, Hyundai Creta EV અને Tata Sierra લોન્ચ થઈ શકે છે. આ વાહનોની બજારમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.


ટુ-વ્હીલર કંપનીઓ પણ સામેલ થશે


ટુ-વ્હીલર સેગમેન્ટની વાત કરીએ તો, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ટીવીએસ મોટર, હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા, સુઝુકી મોટરસાઇકલ અને યામાહા આ ઇવેન્ટમાં ભાગ લેવા જઇ રહ્યા છે. ઈલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઈકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ એથર એનર્જી અને ઓલા ઈલેક્ટ્રિક પણ આ મોટર શોનો ભાગ હશે


 


Car loan Information:

Calculate Car Loan EMI