New Renault Duster: નવી રેનો ડસ્ટરની ફાઈનલ ડિઝાઈનની વિગતો પેટન્ટ ઈમેજીસ દ્વારા ઓનલાઈન દેખાવા લાગી છે. નવી ડસ્ટર 29 નવેમ્બર, 2023ના રોજ  ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ નવી SUVની કઈ ડિઝાઈનની વિગતો તસવીરો પરથી જાણવા મળે છે.


નવી રેનો ડસ્ટર ડિઝાઇન વિગતો


પેટન્ટ  તસવીરોથી ખબર પડે છે કે નવી ડસ્ટર બિગસ્ટર પર બેસ્ડ છે પરંતુ તેમાં નવા સ્ટાઇલ  એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે. બિગસ્ટર કોન્સેપ્ટ 4.6 મીટર લાંબી અને 3-રો SUV  છે, પરંતુ ડસ્ટર વધુ કોમ્પેક્ટ જોવા મળે છે અને તેની લંબાઈ એટલી વધુ નથી. પ્રોડક્શન મોડલ SUVમાં હાઈ બોનેટ લાઇન, ખાસ વાઈ-આકારના હેડલેમ્પ્સ અને એક સ્લિમ ગ્રિલ છે જે બંને હેડલેમ્પ્સને એક યુનિટમાં ઈન્ટીગ્રેટ કરે છે. નીચેની તરફ એક સપાટ બુલ-બાર આકારનું બમ્પર છે, જેની બંને બાજુએ બે વર્ટિકલ એયર વેન્ટ્સ છે.


નવા ડસ્ટરની પ્રોફાઇલ બિગસ્ટર  જેવી જ છે, જેમાં  સ્ક્વાયર  વ્હીલ આર્ચ, રુફ રેલ્સ અને સ્પોઈલર આપવામાં આવ્યા છે. જોકે, કંપનીએ તેને ઓરિજિનલ ડસ્ટર સાથે કનેક્ટ કરવા માટે ટેપરિંગ રિયર ક્વાર્ટર ગ્લાસ ડિઝાઇન કર્યો છે. આ ઉપરાંત, ડિઝાઈનના ભાગ રૂપે 'B' અને 'C' પિલર્સને બ્લેક કલર આપવામાં આવ્યો છે, જે  મિરર્સ નીચે બ્લેક વર્ટિકલ શેડો-લાઇન બનાવે છે. પેટન્ટ ઈમેજમાં સ્ટાઇલિશ ટેન-સ્પોક એલોય વ્હીલ્સ પણ જોઈ શકાય છે, જે તેના ટોપ વેરિઅન્ટમાં આપી શકાય છે. આ ઉપરાંત, પાછળના દરવાજાની નીચે ક્લેડીંગમાં એક ખાસ કિંક પણ મળી શકે છે. તેની શાર્પ સ્ટાઇલની વી-આકારની ટેલ-લાઇટ પાછળની ડિઝાઇનને એક અલગ અને ખાસ દેખાવ આપે છે. તેના ખાસ રિયર હંચેસને હવે હટાવવામાં આવ્યા છે. 


ત્રણ એન્જિન વિકલ્પો ઉપલબ્ધ હશે


થર્ડ જનરેશન ડસ્ટરના ગ્લોબલ  મોડલમાં ત્રણ નવા એન્જિન વિકલ્પ મળશે, જેમાં  એન્ટ્રી-લેવલ 120hp, 1.0-લિટર ટર્બો-પેટ્રોલ, એક 140hp, 1.2-લિટર પેટ્રોલ હાઇબ્રિડ અને 170hp, 1.3-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સામેલ છે.   170hp એન્જિન સાથે આ અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ડસ્ટર હશે. રેનો ઈન્ડિયાએ નવી ડસ્ટરને ડીઝલ એન્જિન જેવી માઈલેજ આપવા માટે મજબૂત હાઈબ્રિડ અને પ્લગ-ઈન હાઈબ્રિડ સિસ્ટમ આપવાનો ખુલાસો કર્યો છે, કારણ કે હવે તેમાં ડીઝલ એન્જિનનો કોઈ વિકલ્પ નહીં હોય.



નેક્સ્ટ જનરેશન ડસ્ટરનુ ભારતમાં લોન્ચિંગ


નવી ડસ્ટર ભારતમાં 2025 સુધીમાં લોન્ચ થઈ શકે છે, જે સૌથી વધુ સ્પર્ધાત્મક 5-સીટર મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં આવશે. લોન્ચ થયા પછી, તે હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, ફોક્સવેગન ટાઈગુન, સ્કોડા કુશાક, મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર સાથે સ્પર્ધા કરશે.


Car loan Information:

Calculate Car Loan EMI