New Tata Nexon:  આગામી Tata Nexon ફેસલિફ્ટની બાહરની ડિઝાઇનની વિગતો તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી.  હવે આવતા મહિને તેના લોન્ચિંગ પહેલાં તેની અંદરની ડિઝાઈનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.  ચાલો જાણીએ કે આ SUV અંદરથી કેટલી અપડેટ કરવામાં આવી છે.


ટાટા નેક્સન ફેસલિફ્ટ ઈન્ટિરિયર


નવી Nexon ફેસલિફ્ટનું ઈન્ટિરિયર કર્વ કોન્સેપ્ટ SUV સાથે મળતા આવે છે. તેમાં  એક નવું ટચસ્ક્રીન સેટઅપ અને ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ સાથે કેટલીક સ્મૂથ લાઈન, ફ્લેટ સર્ફેસ  અને ઓછા ફિઝિકલ કંટ્રોલ આપવામાં આવ્યા છે. જેમાં ડેશબોર્ડ એકદમ ક્લિન દેખાય છે. સેન્ટરમાં એક ફ્લોટિંગ 10.25-ઇંચ ટચસ્ક્રીન છે, જે આઉટગોઇંગ 7.0-ઇંચ યુનિટની સરખામણીમાં એક મુખ્ય અપડેટ છે અને અદ્યતન યૂઝર્સે ઇન્ટરફેસ અને વધુ સારા ગ્રાફિક્સ મળે છે. જો કે લોઅર ટ્રીમ્સમાં  7.0-ઇંચની સ્ક્રીન મળવાનું ચાલુ રહેશે. બીજી સ્ક્રીન એ એકદમ નવું સંપૂર્ણ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જો કે આ સેગમેન્ટમાં વેન્યુ, મેગ્નાઇટ અને કિગર જેવી કારમાં પહેલેથી જ જોવા મળે છે. બીજો મોટો ફેરફાર એ નવા ટુ-સ્પોક સ્ટીયરીંગ વ્હીલ છે જેમાં હેપ્ટીક બટન અને ટોગલ સ્વિચના નવા સેટ અને સેન્ટરમાં બેકલિટ ટાટા લોગો છે. તેમાં  એક નવું સેન્ટર કન્સોલ પણ મળશે, જેમાં ટાટાનું નવું પેટન્ટ ટચ-આધારિત HVAC કંટ્રોલ પેનલ છે. આ પેનલમાં બે ટૉગલ સ્વીચો છે, જેનો ઉપયોગ તાપમાન અને બ્લોઅર કંટ્રોલ માટે કરી શકાય છે. ડેશબોર્ડ હજુ પણ ડ્યુઅલ-ટોન, ટેક્ષ્ચર ફિનિશ મેળવે છે, પરંતુ ટ્રેપેઝોઇડલ એસી વેન્ટ હવે વધુ  પાતળા છે. સેન્ટ્રલ કન્સોલમાં નવો સ્ટોરેજ એરિયા આપવામાં આવ્યો છે, પરંતુ રોટરી ડ્રાઇવ સિલેક્ટર જાળવી રાખવામાં આવ્યો છે. દરવાજાની પેનલ પણ પહેલા જેવી જ છે. 


ટાટા નેક્સન ફેસલિફ્ટ એન્જિન અને ગિયરબોક્સ


બહાર  અને અંદર  મોટા અપડેટ્સ હોવા છતાં, પાવરટ્રેન યથાવત છે. તે 120hp પાવર સાથે 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન તેમજ 115hp પાવર સાથે 1.5-લિટર ડીઝલ એન્જિન મળતું રહેશે. બંને એન્જિન સાથે મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ ઉપલબ્ધ રહેશે. જો કે, લાઇન-અપમાં એક નવુ એન્જિન સાથે DCT ગિયરબોક્સ મળવાની અપેક્ષા છે. 


લોન્ચ અને મુકાબલો


ટાટા નેક્સોન ફેસલિફ્ટ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં લોન્ચ કરવામાં આવશે અને મુખ્ય અપડેટ્સને કારણે તેની કિંમતોમાં પણ વધારો થવાની ધારણા છે. આ SUV Maruti Suzuki Brezza, Hyundai Venue, Renault Kiger, Nissan Magnite, Kia Sonet અને Mahindra XUV300 જેવી કારને ટક્કર આપશે. Kia Sonnet અને Mahindra XUV300 પણ ટૂંક સમયમાં ફેસલિફ્ટ અપડેટ મેળવવા જઈ રહ્યાં છે.


Car loan Information:

Calculate Car Loan EMI