World's Most Expensive Car Tyres: શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાર ટાયરની કિંમતમાં ફરારી પણ ખરીદી શકાય છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે અને કદાચ પ્રથમ વખતમાં તમે વિશ્વાસ પણ નહીં કરો પરંતુ આ હકીકત છે. વિશ્વના સૌથી મોંઘા ટાયર સેટની કિંમત 4 કરોડ છે અને ભારતમાં ફરારીની કિંમત આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાથી શરૂ થાય છે.


વિશ્વના સૌથી મોંઘા ટાયર


અમે જે ટાયર વિશે વાત કરી રહ્યા છીએ તે વિશ્વના સૌથી મોંઘા ટાયર છે. એક ટાયરની કિંમત 1 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં કારના ટાયરના સેટની કિંમત 4 કરોડ રૂપિયા થઈ જાય છે. કારના ટાયરનો આ સેટ વર્ષ 2016માં દુબઈમાં ખરીદવામાં આવ્યો હતો અને વેચવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને વિશ્વના સૌથી મોંઘા ટાયર તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં "વિશ્વનો સૌથી ખર્ચાળ ટાયરનો સેટ" તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.


ભારતીય મૂળના વ્યક્તિની કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા ટાયર


આ ટાયર દુબઈમાં ભારતીય મૂળના વ્યક્તિની કંપની Z ટાયર્સ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ટાયર 24-કેરેટ સોનાથી ગિલ્ટેડ છે અને હીરાથી જડેલા છે. આની ડિઝાઈન દુબઈમાં કરવામાં આવી હતી પરંતુ ટાયરને સજાવવા માટે ઈટાલીના જ્વેલરી ઉત્પાદકોની મદદ લેવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને દુબઈમાં વેચાણ માટે લાવવામાં આવ્યા હતા. અબુ ધાબીમાં પ્રેસિડેન્શિયલ પેલેસમાં જ્વેલરીનું કામ કરતા કારીગરોની મદદથી ટાયરનું ગિલ્ડિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


4.01 કરોડમાં વેચાયા


આખી દુનિયામાં આના જેવા બીજા કોઈ ટાયર નથી. તે દુબઈમાં REIFEN વેપાર મેળામાં 2.2 મિલિયન દિરહામ (USD 600,000 અથવા રૂ. 4.01 કરોડ)માં વેચવામાં આવ્યું હતું.


Car loan Information:

Calculate Car Loan EMI